મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

Your blog post

Blog post description.

6/28/20251 min read

મુંબઈ માં વિલે પાર્લે વેસ્ટ માં આવેલું મુક્તેશ્વર મહાદેવ મંદિર ખરેખર જોવા જેવુ છે . મોટાભાગના મુંબઈકરોને "હરે રામ હરે કૃષ્ણ મંદિર " ખબર છે પરંતુ એની બરાબર સામે જ મુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન છે . મંદિરની ઓફિસમાં પૂછતાં આ મંદિર લગભગ 400 વર્ષ જૂનું છે અને 1986 માં આ મંદિરણો જીર્ણોધ્ધાર કરવામાં આવેલ અને 2001 માં પણ મંદિરને નવો ઓપ આપવામાં આવેલ . આ મંદિર એક વિડિયો મેં મારી You tube ચેનલ "Prabhav " માં મૂક્યો છે . અમુક ટેક્નિકલ ખામીને કારણે એ upload કરી ન શકી માટે માફી માંગુ છું . તમે જોશો તો તમને ખૂબ જ ગમશે. મુક્તેશ્વર મંદિરના પ્રાંગણમાં આવેલ એક 7 માળનાં મકાનમાં પણ મંદિર આવેલ છે . ત્યાં અમે રૂપિયા 10/- ટિકિટના આપી દર્શન કરવા ગયાં અને ધન્ય થઈ ગયાં . મંદિરના દરેક માળે દેવી , દેવતા અને સંતોની ખૂબ જ કલાત્મક મૂર્તિઓ છે. જે અમે ત્યાંનાં એક ભાઈને પૂછતાં આ મૂર્તિઓના શિલ્પકાર શ્રી મ્હાત્રે છે એમ જણાવ્યું .

My post content