મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

“મિનાક્ષી, આ સાગરની ભરતી ઓટની જેમ આપણાં જીવનમાં કેટલીય ભરતી ઓટ આવી છે ને?

“હા, સાવ સાચું કીધું તમે દિવાકર, આપણે દરેક પરિસ્થિતિમાંથી પસાર થયાં છીએ.”

દિવાકર અને મિનાક્ષી લગ્નની 30મી એનીવરસરીએ જુહુના દરિયાકિનારે આવ્યાં . અને ફક્ત બંને જણા આખી સાંજ સાથે પસાર કરશું એમ નક્કી કર્યું હતું . દિવાકરને ક્યારેય ભૂતકાળમાં જીવવું ન ગમતું . છતાંયે મિનાક્ષી ઘણીવાર ટોપીક કાઢે તો એને પ્રેમથી કહેતો કે , “ મિનાક્ષી, બાળક આ દુનિયામાં સૌથી સુખી કેમ હોય ખબર છે ?કારણકે એ વર્તમાનમાં જીવતુ હોય છે.”

આજે બંને જણાં ઘણાં વખતે પોતાના ભૂતકાળ વાગોળવા લાગ્યા. દિવાકર અને મિનાક્ષી એક જ ગામના. એ જમાનામાં એમણે લવમેરેજ કરેલા. બંને પક્ષોએ એમને અપનાવ્યા. દિવાકરના પિતાની કરિયાણાની મોટી દુકાન. દિવાકર પણ ગ્રેજ્યુએશન પછી પિતાની દુકાન સંભાળતો . એના પિતા તેમજ કાકાનનું ઘર બાજુમાં હતું .

“મિનાક્ષી, એક વાર દુકાને તું સમાચાર આપવા આવેલી કે આપણું ઘર, જમીન, દુકાન બધુ દિનેશભાઈના નામે છે. એમણે નોટીસ મોકલી છે. જે સાંભળી મારા પિતા હાર્ટ એટેકમાં મૃત્યુ પામ્યાં અને દસ દિવસમાં એ જ આઘાતમાં મારા બા પણ સ્વર્ગે સિધાવી ગયા.”

“હા દિવાકર, એ સૌથી ખરાબ પરિસ્થિતિ હતી. દિનેશભાઈએ બાપુજી પાસે ચાલાકીથી પાવર ઓફ એટર્નીમાં સહી કરાવી બધું પોતાના નામે કરાવી દીધું હતું . આપણી પાસે ગામ છોડી મુંબઈ આવવા સિવાય કોઈ વિકલ્પ નહતો.”

“અવિનાશે આપણને મુંબઈમાં સેટલ થવાનો માર્ગ બતાવ્યો હતો. ભલુ થજો એનું કે ,એની જ ચાલીમાં ખુબ સસ્તા ભાડામાં આપણને રુમ પણ મળી ગઈ. તેમજ એની ઓળખાણથી નાનુભાઈની પેઢીમાં મને હિશાબનીશ તરીકે નોકરી પણ મળી ગઈ. નાનુભાઈ અને અવિનાશનો ઉપકાર તો જિંદગીભર ભૂલાય એમ નથી.”

“દિવાકર આજે એમના કારણે જ આપણે આટલાં શ્રીમંત છીએ એમ કહીએ તો ચાલે. કારણ નાનુભાઈએ તમને ખુબ જ ઓછા વ્યાજે ઘર માટે તેમજ બિઝનેસ માટે ઉધાર આપ્યા હતાં .”

“ હા મિનાક્ષી, મેં પણ નાનુભાઈને ત્યાં તન, મન અને ખુબ પરિશ્રમ કરી નોકરી કરી છે. મારી પ્રમાણિકતાને કારણે એમને ઘણો ફાયદો પણ થયેલો. અવિનાશને પણ મેં પછીથી ઘણી મદદ કરી હતી. આ બંનેનું ઋણ ઉતારવા મેં પણ ભોગ આપ્યો છે.

મિનાક્ષી તારો તો મારા સફળતામાં સૌથી વધારે ફાળો છે. તું મારી સાથે ગામમાંથી નીકળી ત્યારે મારા પર વિશ્વાસ મૂકીને કે "જેવા પડશે એવા દેવાશે." તેં એમ પણ ન વિચાર્યુ કે મુંબઈ જેવા શહેરમાં આટલી ઓછી મૂડીમાં કેવી રીતે રહેશું . તેં તો નાના પાયે હોલસેલ ભાવે સાડી અને ચાદર લાવી વેચીને મને ઘણી મદદ કરી હતી. નાનકડી રુમમાં બે જોડિયા બાળકો સાથે કોઈપણ જાતની કમ્પ્લેઈન વગર મને સાથ આપ્યો. જ્યારે હું નિરાશ થઈ જતો ત્યારે તુ મને એમ કહીને પ્રોત્સાહન આપતી કે, તમે એક દિવસ ઘણા મોટા માણસ બનશો."

"દિવાકર, તમે પણ મને હંમેશાં પ્રોત્સાહન આપ્યું અને સમાન દરજ્જો આપ્યો છે."

"દિવાકર, પણ બે-ત્રણ મહિનાથી મને એમ થાય છે કે ,આપણા કવિશ અને કેયુર બંને પોતાની જ દુનિયામાં હોય છે, પોતાની પત્ની શિખા અને નીલમ સિવાય એમને આપણાં માટે જાણે કે ટાઈમ જ નથી. કુંવારા હતાં ત્યારે આપણે બધાં દર અઠવાડિયે એકવાર કશે વીકએંડનો પ્રોગ્રામ બનાવી ફરવા જતાં ."

"મિનાક્ષી, હવે એલોકોના લગ્નને પણ દોઢ વરસ થયું છે. હવે એલોકોનું પોતાનું ફેમીલી છે. માટે આપણે ખુશ થવાનું કે, એલોકોના આપસમાં સારા સંબંધ છે. એલોકોમાં આપણા જ સંસ્કાર છે માટે તુ ચિંતા ના કર. બધું સારું જ થશે."

" એ તો ઠીક, પણ મારે તમને એક વાત કહેવી હતી ઘણાં દિવસોથી હું જોઈ રહી છું કે ,બંને વહુઓનું ઘરમાં ધ્યાન ઓછું છે. બંને પોતાની ફ્રેંડ્સ, કિટી પાર્ટી , કલબ આ પ્રવૃતિમાંથી ઉંચી નથી આવતી. ઘરમાં નોકર-ચાકર છે છતાંયે વહુઓ પોતાની જવાબદારી લેતી નથી. રાત્રે પણ ઘણીવાર મોડેથી આવે છે. મેં બંને વહુઓને મારી દિકરી કરતાંયે અધિક માની છે અને શ્રીમંત ઘરની હોવાથી લાડકોડમાં ઉછરી હશે એમ માની ક્યારેય બે શબ્દ કીધાં નથી. હવે મને એમ લાગે છે કે ઘરમાં વડીલોની માન મર્યાદા જળવાતી નથી. કાલ ઉઠીને એમનાં બાળકો થશે તો કેવા સંસ્કાર પડશે. માટે તમે એક મિટિંગ લો અને સમજાવાની ટ્રાય કરો".

“હા મિનાક્ષી, તારી વાત સાચી છે. મેં પણ આપણી વહુઓના વર્તનમાં ફેરફાર જોયો છે. એ લોકો આમાન્યા જાળવતા નથી. હું કેયુર અને કવિશને કહી બધાંની આવતીકાલે જ મિટીંગ લઈશ.”

બીજા દિવસે દિવાકરે કેયુર અને કવિશને કહ્યું કે, “આજે રાત્રે આપણે જમ્યા પછી બધા ભેગાં મળશું . મારે તમારી સાથે એક બાબતમાં ચર્ચા કરવી છે.”

દિવાકરે રાત્રે બધાં ભેગાં થયાં ત્યારે કેયુર અને કવિશને કહ્યું , “ હમણાંથી આ ઘરમાં વડીલોની માન મર્યાદા જળવાતી નથી". કવિશ બોલ્યો, “શું પપ્પા તમે પણ કયા જમાનામાં રહો છો? આજે તો તમે હદ જ કરી નાખી. નીલમ અને શિખા શું વિચારશે કે ,આ લોકો કેટલા નેરો માઈંડેડ છે. તમે આ બાબતે વધારે વિચાર જ ન કરો. રહી વાત સંસ્કારની તો અમે કહીએ છીએ કે જમાના પ્રમાણે તો ચાલવુ જ પડે ને.”

મિનાક્ષી બોલી, “ કેયુર અને કવિશ, એ બધું તો ઠીક છે પણ બંને જણીઓ રાત્રે મોડી આવે છે અને મને તો એવું લાગે છે કે, કદાચ નીલમ અને શિખા ડ્રિંક્સ પણ લે છે. કપડાં ની પણ મર્યાદા નથી રાખતાં . તમારી વાત બરાબર કે, જમાના પ્રમાણે ચાલવુ પડે પણ એમ સંસ્કાર નેવે મૂકે એ તો ન જ ચાલે.”

મિનાક્ષીએ વાત આગળ વધારતાં કહહ્યું , “ અમે એ જમાનામાં લવમેરેજ કર્યા હતાં . અમે કઈં ઈ નેરો માઈંડેડ નથી. અમે સમય ના દરેક ચહેરા જોયા છે. આ સ્થિતિએ પહોંચતાં પહેલાં અમે પણ ઘણો ખરાબ સમય જોયો છે. પણ અમે પતિ-પત્નીએ હંમેશાં કુટુંબ માટે ઘણો ભોગ આપ્યો છે. અમે અમારા વડીલોનું સન્માન જળવાઈ રહે એરીતે જ જીવ્યા છે. કદાચ એમનાં આશીર્વાદથી આપણે સુખી છીએ. માટે સમય જ્યારે સારો ચાલતો હોય ત્યારે જ આપણે એને સાચવી લેવા પડે નહીં તો સમય આપણને સાચવતો નથી. ઘરની સ્ત્રીનું ધ્યાન જ્યારે ઘરની બહાર વધે છે ત્યારે એ ઘરનું પતન થાય છે. આપણે શ્રીમંત છીએ પણ જો આ રીતે અનીતિ થતી રહેશે તો સમય આપણને એવો અનુભવ પણ આપી શકે કે કાયમ માટે પસ્તાવું પડે.”

ત્યારે નીલમ અને શિખા બંને બોલવા લાગી કે, “ મમ્મી હવે બહુ થયું . તમારા જમાનાની વાત રહેવા દો. તમને ન ફાવતું હોય તો ક્યાં તો અમે અલગ થઈ જઈએ ક્યાં તમે. અમને અમારો હિસ્સો આપી છુટા પાડી દો એટલે વાત ખતમ અને તમને ખરાબ સમય જોવાનો વારો જ નહિ આવે.”

મિનાક્ષી અને દિવાકર તો નીલમ અને શિખાને બોલતા જોઈ જ રહ્યાં . મિનાક્ષીએ ક્યારે પણ બંનેને એક શબ્દ નહતો કહ્યો અને આ તો એવું થયુ કે “ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે.” એલોકોને વધારે ખરાબ એ લાગ્યું કે કેયુર અને કવિશ પોતાની પત્નીઓને એક શબ્દ પણ ન બોલ્યાં .

દિવાકરે ત્યારે કડક શબ્દમાં કહ્યું કે, “ ઠીક છે. કાલથી તમે તમારી રીતે અલગ થઈ જાઓ. રહી વાત હિસ્સાની તો મારા જીવતા તમને એક ફુટી કોડી નહિ મળે અને મારા મર્યા પછી હું બધું દાન કરી દઈશ.”

કેયુર અને કવિશ પિતાના આ નિર્ણયથી દંગ થઈ ગયાં અને ગુસ્સામાં પિતાને સામે બોલવા લાગ્યા. મિનાક્ષીને થયું કે શા માટે એણે આ વાત દિવાકરને કરી. આ તો વાતનું વતેસર થઈ ગયું . એણે બધાંને સમજાવી ધીરજ રાખવા કહ્યું પણ પરિસ્થિતિ ખુબ વણસી ગઈ હતી.

દિવાકરે બંને છોકરા વહુઓને આવતી કાલે ઘરની બહાર નીકળી જવા કહ્યું .બંને વહુઓ નફ્ફટાઈની હદ પાર કરી ગમે એમ બોલતી રહી. દિવાકરે પણ પોતાનું કડક વલણ બતાવ્યું . બીજા દિવસે કેયુર અને કવિશ પોતાની પત્નીઓને લઈને પિતાને ધમકી આપી ગયા કે તમને પણ અમે કોર્ટમાં લઈ જઈશુ અને પોતપોતાના સાસરે જવા નીકળ્યા.

મિનાક્ષી ખુબ રડી. દિવાકરે તો આવા ઘણાં કિસ્સા જોયાં હતાં તેથી એ મક્ક્મ રહ્યાં . નોકર ચાકરો પણ જોતાં રહી ગયાં .

એ દિવસે સાંજે ફરી દિવાકર અને મિનાક્ષી પોતાના પ્રેરણારુપી દરિયાકિનારે આવ્યા. મિનાક્ષી બોલી, “ આ વખતે ફરી જીવનમાં મોટી ઓટ આવી છે દિવાકર ,અને કદાચ ભરતી આવવાના કોઈ ચાંસ નથી. કાળજાના કટકાં સમાન બંને દિકરા પારકી જણીના થઈ કોર્ટની વાત કરશે એવું સપનામાં પણ વિચાર્યુ નહતું .”

દિવાકર તો ખુબ સ્ટ્રોંગ હતો એણે કહ્યું , “ મીનાક્ષી, અત્યારે જુવાન લોહી છે. ગમે એમ બોલશે પણ જમાનાની ઠોકર ખાશે એટલે આપમેળે શાન ઠેકાણે આવી જશે. તું ચિંતા ના કર મારુ મન કહે છે કે કેયુર અને કવિશ આપણું લોહી છે. એલોકો માફી માંગવા આવશે જ. “

કેયુર અને કવિશ બંને પોતપોતાનાં સાસરે રોકાયાં હતાં . બંનેને જમાઈ તરીકે જે માન મળતું એ એક જ અઠવાડિયામાં ઓછું થઈ ગયું . કેયુરની પત્ની નીલમ તો એક ની એક સંતાન હતી. એ તો પોતાની કિટી પાર્ટી અને ફ્રેંડસમાં જ બીઝી રહેતી. એના મમ્મી તો એનાથી પણ એક ડગલું આગળ હતાં . નીલમના પિતાએ પણ કેયુરને પોતાના બિઝનેઝમાં જોડાવાની ઓફર ન કરી. કેયુરને પોતાના મા-બાપ યાદ આવી ગયા. કેટલા પ્રેમાળ. અહી તો જાણે નીલમની ચાવીનું રમકડું બની ગયો હતો.

કવિશના સાસરે પણ કવિશે અનુભવ્યું કે, એ જાણે કે કોઈ બહારની વ્યક્તિ છે. કવિશના સાળાએ પણ કવિશનું આ પગલું ઠીક નથી એમ કહી પોતાની બહેન શિખાને સમજાવી અને સાસરે પાછા જવા કહ્યું .પણ કવિશના સાસુ-સસરા શિખાને ખુબ છાવરતા.

કવિશ અને કેયુરને 15 દિવસમાં જ પોતાના દેવ સમાન મા-બાપની યાદ આવવા લાગી. વારંવાર પોતાના સ્વમાનનો ભંગ થતો , ન તો એમની પત્નીઓ એમનું કહ્યું માનતી કે ન તો પોતાના સાસરાવાળા એમને વધારે ભાવ આપતાં .

કવિશ અને કેયુરનો આત્મા છેવટે ડંખવા લાગ્યો અને બંને ભાઈઓ એ સાંજે મળ્યા ને દિવાકરને ફોન લગાવી કહ્યું , “ અમે તમને મળવા માંગીએ છીએ.” દિવાકરે કહ્યુ, “હમણાં જ આવી જાઓ.”

મિનાક્ષી અને દિવાકર આજે ખુબ ખુશ હતાં . બંને ભાઈઓ ઘરે આવતાં મા-બાપને ભેટી પડયાં અને બોલ્યાં , “ મા-બાપ વિના આ દુનિયામાં કોઈ કિંમત નથી કરતું એ અનુભવ અમને 15 દિવસમાં જ થઈ ગયો. અમે બંને ભાઈઓ અહીં જ રહીશું . જયાં સુધી અમારી પત્નીઓની શાન ઠેકાણે ન આવે ત્યાં સુધી ભલે પોતાના પિયરમાં રહેતી.”

મિનાક્ષીએ પોતાની બંને વહુઓને લેવા જવાની તૈયારી દાખવી પણ દિવાકરે રોકી, “ મિનાક્ષી, તુ ખોટી ઉતાવળ ન કર. એલોકો પોતાની મેળે ગઈ છે. આ ઘરના દરવાજા એલોકો માટે હંમેશાં ખુલ્લાં છે. બંને વહુઓનાં મા-બાપે પણ સમજૂતી માટે હજુ સુધી ફોન નથી કર્યા. જયાં સુધી એમણે કરેલી ભૂલનો પસ્તાવો નહિ થાય ત્યાં સુધી એલોકો અહીં આવશે તો પણ પરિસ્થિતિ એ જ રહેશે. માટે બંને વહુઓનો સુમાર જો. મને ખાતરી છે કે આ ઘરમાં એલોકોએ જે આઝાદી અને સુખ માણ્યું છે એની ખોટ એલોકોને સાલશે અને પોતાની મેળે જ આવશે.” દિવાકરે પેલી કહેવત યાદ કરાવી કે “ જે વાર્યા ના વળે એ હાર્યા વળે.”

કવિશની પત્ની શિખાને તો 15 દિવસ પછી એની ભાભીએ છુટી કરી કહ્યું કે, જો શિખા આ ઘરમાં રહેશે તો એ પણ એના પિયર ચાલી જશે. માટે શિખાએ કવિશને ફોન કરી પોતાની પાછા પરત ફરવાની ઈચ્છા જણાવી. પણ કવિશે પોતાના તરફ શિખાએ કરેલા વર્તનની યાદ અપાવી અને કહ્યું , “ તારે આ ઘરમાં રહેવું હશે તો ઘરની રીત પ્રમાણે અને વડીલોની મર્યાદા જળવાઈ રહે એમ જ રહેવું પડશે નહિ તો આ ઘરમાં તારી કોઈ જ જગા નથી.” શિખા ત્યારે ઘરે આવી અને બધાંની માફી માંગી અને દિવાકરને કહ્યું , “પપ્પા, મને એક મોકો આપો. આજથી હું એક સારી વહુ સાબિત થઈશ પણ પ્લીઝ મને આ ઘરની બહાર નહિ કાઢતાં .” દિવાકર અને મિનાક્ષીએ શિખાને માફ કરી.

કેયુરની પત્ની નીલમ કે એનાં મા-બાપે હજુ સુધી કોઈ સમજુતીનો પ્રયાસ નહતો કર્યો. નીલમની શાન હજુ ઠેકાણે આવી નહતી. નીલમે એક જ વાર કેયુર ને કહ્યું કે એ પાછી ઘરે આવવા માંગે છે પણ પોતાની શરતે. ત્યારે કેયુરે એને કહ્યું કે તો પછી આ ઘર કાયમ માટે ભુલી જજે.

નીલમનુ પાર્ટી કલ્ચર હજુ એવું જ હતું . એકવાર ક્લબથી સાંજે પાછા ફરતાં એની ફ્રેંડ સ્મિતાએ કહ્યું કે, " નીલમ, તેં આજે વધારે ડ્રિંકસ લીધું છે હું ઘરે મૂકી જાઉં કે ? ” ત્યારે નીલમે એને ના પાડી અને કહ્યું કે એનો ડ્રાયવર છે. સ્મિતાએ તરત કેયુરને ફોન લગાડી હકીકત જણાવી અને કહ્યું કે , “કેયુર, તુ જલ્દીથી ડ્રાયવરના ઘરે પહોંચી જા કારણ એ કદાચ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી શકે”

લકીલી, કેયુર નજીકના એરિયામાં જ હતો અને ડ્રાયવરનું ઘર એને ખબર હતું . એ ત્યાં ગયો અને નીલમની ગાડી પાર્ક કરતાં એણે જોયો અને એ જ સમયે કેયુરે એને પકડી લીધો , “ ગાડી ઈધર કયું લાયા?” એનો ઈરાદો ખરાબ હતો તેથી એ બોલવામાં ગોથા ખાઈ ગયો . કેયુરે એને મારવા માંડયો ત્યારે એ બોલ્યો, “ મેરે મનમેં બુરા ખયાલ આયા થા, મેં ઘર જાકે પેસે લેકે મેડમ કો ગાડી મેં હી રખને વાલા થા ઓર.....” અને કેયુરે પોલીસને ફોન લગાવ્યો. નીલમ તો ભાનમાં જ નહતી. કેયુરે એના મા-બાપ ને બોલાવ્યા અને કવિશને પણ. થોડો વારમાં પોલીસ ડ્રાયવરને કસ્ટડી માટે લઈ ગઈ.

નીલમના મા-બાપ ભોંઠા પડી ગયા. નીલમને ઘરે લઈ આવ્યા.બીજે દિવસે બનેલી ઘટનાની વાત સાંભળતાં નીલમને પોતાના પર ખુબ શરમ આવી. નીલમને થયું કે જો આજે કેયુર સમયસર ન આવ્યો હોત તો એની જિંદગી ખરાબ થઈ જાત. એ ખુબ રડી. કેયુરની માફી માંગી. કેયુરને કહેવા લાગી કે , "મારે તમારા મા-બાપની પણ માફી માંગવી છે. હું બહુ છકી ગઈ હતી. ઘરે આવી દિવાકર અને મિનાક્ષી બંનેની માફી માંગી અને કહ્યું કે , “ મને સમજાય છે કે સાચું સુખ તો સાસરિયામાં જ છે”. એમણે પણ નીલમને માફ કરી દીધી.

મિનાક્ષી બોલી, “દિવાકર, આજે પાછી સુખની ભરતી આવી ગઈ. સમયે આપણને સાચવી લીધાં .” દિવાકરે પણ હા માં હા મિલાવી અને જાણે કે એના શબ્દો સાચા થયાં કે ,“ વાર્યા ન વળે એ હાર્યા વળે.” છે ને સમયની બલિહારી.

“મિનાક્ષી, આ સાગરની ભરતી ઓટની જેમ આપણાં જીવનમાં કેટલીય ભરતી ઓટ આવી છે ને?

“હા, સાવ સાચું કીધું તમે દિવાકર, આપણે દરેક પરિસ્થિતિમાંથી પસાર થયાં છીએ.”

દિવાકર અને મિનાક્ષી લગ્નની 30મી એનીવરસરીએ જુહુના દરિયાકિનારે આવ્યાં . અને ફક્ત બંને જણા આખી સાંજ સાથે પસાર કરશું એમ નક્કી કર્યું હતું . દિવાકરને ક્યારેય ભૂતકાળમાં જીવવું ન ગમતું . છતાંયે મિનાક્ષી ઘણીવાર ટોપીક કાઢે તો એને પ્રેમથી કહેતો કે , “ મિનાક્ષી, બાળક આ દુનિયામાં સૌથી સુખી કેમ હોય ખબર છે ?કારણકે એ વર્તમાનમાં જીવતુ હોય છે.”

આજે બંને જણાં ઘણાં વખતે પોતાના ભૂતકાળ વાગોળવા લાગ્યા. દિવાકર અને મિનાક્ષી એક જ ગામના. એ જમાનામાં એમણે લવમેરેજ કરેલા. બંને પક્ષોએ એમને અપનાવ્યા. દિવાકરના પિતાની કરિયાણાની મોટી દુકાન. દિવાકર પણ ગ્રેજ્યુએશન પછી પિતાની દુકાન સંભાળતો . એના પિતા તેમજ કાકાનું ઘર બાજુમાં હતું .

“મિનાક્ષી, એક વાર દુકાને તું સમાચાર આપવા આવેલી કે આપણું ઘર, જમીન, દુકાન બધું  દિનેશભાઈના નામે છે. એમણે નોટીસ મોકલી છે. જે સાંભળી મારા પિતા હાર્ટ એટેકમાં મૃત્યુ પામ્યાં અને દસ દિવસમાં એ જ આઘાતમાં મારા બા પણ સ્વર્ગે સિધાવી ગયા.”

“હા દિવાકર, એ સૌથી ખરાબ પરિસ્થિતિ હતી. દિનેશભાઈએ બાપુજી પાસે ચાલાકીથી પાવર ઓફ એટર્નીમાં સહી કરાવી બધું પોતાના નામે કરાવી દીધું હતું . આપણી પાસે ગામ છોડી મુંબઈ આવવા સિવાય કોઈ વિકલ્પ નહતો.”

“અવિનાશે આપણને મુંબઈમાં સેટલ થવાનો માર્ગ બતાવ્યો હતો. ભલુ થજો એનું કે ,એની જ ચાલીમાં ખુબ સસ્તા ભાડામાં આપણને રુમ પણ મળી ગઈ. તેમજ એની ઓળખાણથી નાનુભાઈની પેઢીમાં મને હિશાબનીશ તરીકે નોકરી પણ મળી ગઈ. નાનુભાઈ અને અવિનાશનો ઉપકાર તો જિંદગીભર ભૂલાય એમ નથી.”

“દિવાકર આજે એમના કારણે જ આપણે આટલાં શ્રીમંત છીએ એમ કહીએ તો ચાલે. કારણ નાનુભાઈએ તમને ખુબ જ ઓછા વ્યાજે ઘર માટે તેમજ બિઝનેસ માટે ઉધાર આપ્યા હતાં .”

“ હા મિનાક્ષી, મેં પણ નાનુભાઈને ત્યાં તન, મન અને ખુબ પરિશ્રમ કરી નોકરી કરી છે. મારી પ્રમાણિકતાને કારણે એમને ઘણો ફાયદો પણ થયેલો. અવિનાશને પણ મેં પછીથી ઘણી મદદ કરી હતી. આ બંનેનું ઋણ ઉતારવા મેં પણ ભોગ આપ્યો છે.

મિનાક્ષી તારો તો મારા સફળતામાં સૌથી વધારે ફાળો છે. તું મારી સાથે ગામમાંથી નીકળી ત્યારે મારા પર વિશ્વાસ મૂકીને કે "જેવા પડશે એવા દેવાશે." તેં એમ પણ ન વિચાર્યુ કે મુંબઈ જેવા શહેરમાં આટલી ઓછી મૂડીમાં કેવી રીતે રહેશું . તેં તો નાના પાયે હોલસેલ ભાવે સાડી અને ચાદર લાવી વેચીને મને ઘણી મદદ કરી હતી. નાનકડી રુમમાં બે જોડિયા બાળકો સાથે કોઈપણ જાતની કમ્પ્લેઈન વગર મને સાથ આપ્યો. જ્યારે હું નિરાશ થઈ જતો ત્યારે તું મને એમ કહીને પ્રોત્સાહન આપતી કે, તમે એક દિવસ ઘણા મોટા માણસ બનશો."

"દિવાકર, તમે પણ મને હંમેશાં પ્રોત્સાહન આપ્યું અને સમાન દરજ્જો આપ્યો છે."

"દિવાકર, પણ બે-ત્રણ મહિનાથી મને એમ થાય છે કે ,આપણા કવિશ અને કેયુર બંને પોતાની જ દુનિયામાં હોય છે, પોતાની પત્ની શિખા અને નીલમ સિવાય એમને આપણાં માટે જાણે કે ટાઈમ જ નથી. કુંવારા હતાં ત્યારે આપણે બધાં દર અઠવાડિયે એકવાર કશે વીકએંડનો પ્રોગ્રામ બનાવી ફરવા જતાં ."

"મિનાક્ષી, હવે એલોકોના લગ્નને પણ દોઢ વરસ થયું છે. હવે એલોકોનું પોતાનું ફેમીલી છે. માટે આપણે ખુશ થવાનું કે, એલોકોના આપસમાં સારા સંબંધ છે. એલોકોમાં આપણા જ સંસ્કાર છે માટે તુ ચિંતા ના કર. બધું સારું જ થશે."

" એ તો ઠીક, પણ મારે તમને એક વાત કહેવી હતી ઘણાં દિવસોથી હું જોઈ રહી છું કે ,બંને વહુઓનું ઘરમાં ધ્યાન ઓછું છે. બંને પોતાની ફ્રેંડ્સ, કિટી પાર્ટી , કલબ આ પ્રવૃતિમાંથી ઉંચી નથી આવતી. ઘરમાં નોકર-ચાકર છે છતાંયે વહુઓ પોતાની જવાબદારી લેતી નથી. રાત્રે પણ ઘણીવાર મોડેથી આવે છે. મેં બંને વહુઓને મારી દિકરી કરતાંયે અધિક માની છે અને શ્રીમંત ઘરની હોવાથી લાડકોડમાં ઉછરી હશે એમ માની ક્યારેય બે શબ્દ કીધાં નથી. હવે મને એમ લાગે છે કે ઘરમાં વડીલોની માન મર્યાદા જળવાતી નથી. કાલ ઉઠીને એમનાં બાળકો થશે તો કેવા સંસ્કાર પડશે. માટે તમે એક મિટિંગ લો અને સમજાવાની ટ્રાય કરો".

“હા મિનાક્ષી, તારી વાત સાચી છે. મેં પણ આપણી વહુઓના વર્તનમાં ફેરફાર જોયો છે. એ લોકો આમાન્યા જાળવતાં નથી. હું કેયુર અને કવિશને કહી બધાંની આવતીકાલે જ મિટીંગ લઈશ.”

બીજા દિવસે દિવાકરે કેયુર અને કવિશને કહ્યું કે, “આજે રાત્રે આપણે જમ્યા પછી બધા ભેગાં મળશું . મારે તમારી સાથે એક બાબતમાં ચર્ચા કરવી છે.”

દિવાકરે રાત્રે બધાં ભેગાં થયાં ત્યારે કેયુર અને કવિશને કહ્યું , “ હમણાંથી આ ઘરમાં વડીલોની માન મર્યાદા જળવાતી નથી". કવિશ બોલ્યો, “શું પપ્પા તમે પણ કયા જમાનામાં રહો છો? આજે તો તમે હદ જ કરી નાખી. નીલમ અને શિખા શું વિચારશે કે ,આ લોકો કેટલા નેરો માઈંડેડ છે. તમે આ બાબતે વધારે વિચાર જ ન કરો. રહી વાત સંસ્કારની તો અમે કહીએ છીએ કે જમાના પ્રમાણે તો ચાલવુ જ પડે ને.”

મિનાક્ષી બોલી, “ કેયુર અને કવિશ, એ બધું તો ઠીક છે પણ બંને જણીઓ રાત્રે મોડી આવે છે અને મને તો એવું લાગે છે કે, કદાચ નીલમ અને શિખા ડ્રિંક્સ પણ લે છે. કપડાં ની પણ મર્યાદા નથી રાખતાં . તમારી વાત બરાબર કે, જમાના પ્રમાણે ચાલવુ પડે પણ એમ સંસ્કાર નેવે મૂકે એ તો ન જ ચાલે.”

મિનાક્ષીએ વાત આગળ વધારતાં કહહ્યું , “ અમે એ જમાનામાં લવમેરેજ કર્યા હતાં . અમે કઈં ઈ નેરો માઈંડેડ નથી. અમે સમય ના દરેક ચહેરા જોયા છે. આ સ્થિતિએ પહોંચતાં પહેલાં અમે પણ ઘણો ખરાબ સમય જોયો છે. પણ અમે પતિ-પત્નીએ હંમેશાં કુટુંબ માટે ઘણો ભોગ આપ્યો છે. અમે અમારા વડીલોનું સન્માન જળવાઈ રહે એરીતે જ જીવ્યા છે. કદાચ એમનાં આશીર્વાદથી આપણે સુખી છીએ. માટે સમય જ્યારે સારો ચાલતો હોય ત્યારે જ આપણે એને સાચવી લેવા પડે નહીં તો સમય આપણને સાચવતો નથી. ઘરની સ્ત્રીનું ધ્યાન જ્યારે ઘરની બહાર વધે છે ત્યારે એ ઘરનું પતન થાય છે. આપણે શ્રીમંત છીએ પણ જો આ રીતે અનીતિ થતી રહેશે તો સમય આપણને એવો અનુભવ પણ આપી શકે કે કાયમ માટે પસ્તાવું પડે.”

ત્યારે નીલમ અને શિખા બંને બોલવા લાગી કે, “ મમ્મી હવે બહુ થયું . તમારા જમાનાની વાત રહેવા દો. તમને ન ફાવતું હોય તો ક્યાં તો અમે અલગ થઈ જઈએ ક્યાં તમે. અમને અમારો હિસ્સો આપી છુટા પાડી દો એટલે વાત ખતમ અને તમને ખરાબ સમય જોવાનો વારો જ નહિ આવે.”

મિનાક્ષી અને દિવાકર તો નીલમ અને શિખાને બોલતા જોઈ જ રહ્યાં . મિનાક્ષીએ ક્યારે પણ બંનેને એક શબ્દ નહતો કહ્યો અને આ તો એવું થયું કે “ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે.” એલોકોને વધારે ખરાબ એ લાગ્યું કે કેયુર અને કવિશ પોતાની પત્નીઓને એક શબ્દ પણ ન બોલ્યાં .

દિવાકરે ત્યારે કડક શબ્દમાં કહ્યું કે, “ ઠીક છે. કાલથી તમે તમારી રીતે અલગ થઈ જાઓ. રહી વાત હિસ્સાની તો મારા જીવતા તમને એક ફુટી કોડી નહિ મળે અને મારા મર્યા પછી હું બધું દાન કરી દઈશ.”

કેયુર અને કવિશ પિતાના આ નિર્ણયથી દંગ થઈ ગયાં અને ગુસ્સામાં પિતાને સામે બોલવા લાગ્યા. મિનાક્ષીને થયું કે શા માટે એણે આ વાત દિવાકરને કરી. આ તો વાતનું વતેસર થઈ ગયું . એણે બધાંને સમજાવી ધીરજ રાખવા કહ્યું પણ પરિસ્થિતિ ખુબ વણસી ગઈ હતી.

દિવાકરે બંને છોકરા વહુઓને આવતી કાલે ઘરની બહાર નીકળી જવા કહ્યું .બંને વહુઓ નફ્ફટાઈની હદ પાર કરી ગમે એમ બોલતી રહી. દિવાકરે પણ પોતાનું કડક વલણ બતાવ્યું . બીજા દિવસે કેયુર અને કવિશ પોતાની પત્નીઓને લઈને પિતાને ધમકી આપી ગયા કે તમને પણ અમે કોર્ટમાં લઈ જઈશુ અને પોતપોતાના સાસરે જવા નીકળ્યા.

મિનાક્ષી ખુબ રડી. દિવાકરે તો આવા ઘણાં કિસ્સા જોયાં હતાં તેથી એ મક્ક્મ રહ્યાં . નોકર ચાકરો પણ જોતાં રહી ગયાં .

એ દિવસે સાંજે ફરી દિવાકર અને મિનાક્ષી પોતાના પ્રેરણારુપી દરિયાકિનારે આવ્યા. મિનાક્ષી બોલી, “ આ વખતે ફરી જીવનમાં મોટી ઓટ આવી છે દિવાકર ,અને કદાચ ભરતી આવવાના કોઈ ચાંસ નથી. કાળજાના કટકાં સમાન બંને દિકરા પારકી જણીના થઈ કોર્ટની વાત કરશે એવું સપનામાં પણ વિચાર્યુ નહતું .”

દિવાકર તો ખુબ સ્ટ્રોંગ હતો એણે કહ્યું , “ મીનાક્ષી, અત્યારે જુવાન લોહી છે. ગમે એમ બોલશે પણ જમાનાની ઠોકર ખાશે એટલે આપમેળે શાન ઠેકાણે આવી જશે. તું ચિંતા ના કર મારુ મન કહે છે કે કેયુર અને કવિશ આપણું લોહી છે. એલોકો માફી માંગવા આવશે જ. “

કેયુર અને કવિશ બંને પોતપોતાનાં સાસરે રોકાયાં હતાં . બંનેને જમાઈ તરીકે જે માન મળતું એ એક જ અઠવાડિયામાં ઓછું થઈ ગયું . કેયુરની પત્ની નીલમ તો એક ની એક સંતાન હતી. એ તો પોતાની કિટી પાર્ટી અને ફ્રેંડસમાં જ બીઝી રહેતી. એના મમ્મી તો એનાથી પણ એક ડગલું આગળ હતાં . નીલમના પિતાએ પણ કેયુરને પોતાના બિઝનેઝમાં જોડાવાની ઓફર ન કરી. કેયુરને પોતાના મા-બાપ યાદ આવી ગયા. કેટલા પ્રેમાળ. અહી તો જાણે નીલમની ચાવીનું રમકડું બની ગયો હતો.

કવિશના સાસરે પણ કવિશે અનુભવ્યું કે, એ જાણે કે કોઈ બહારની વ્યક્તિ છે. કવિશના સાળાએ પણ કવિશનું આ પગલું ઠીક નથી એમ કહી પોતાની બહેન શિખાને સમજાવી અને સાસરે પાછા જવા કહ્યું .પણ કવિશના સાસુ-સસરા શિખાને ખુબ છાવરતા.

કવિશ અને કેયુરને 15 દિવસમાં જ પોતાના દેવ સમાન મા-બાપની યાદ આવવા લાગી. વારંવાર પોતાના સ્વમાનનો ભંગ થતો , ન તો એમની પત્નીઓ એમનું કહ્યું માનતી કે ન તો પોતાના સાસરાવાળા એમને વધારે ભાવ આપતાં .

કવિશ અને કેયુરનો આત્મા છેવટે ડંખવા લાગ્યો અને બંને ભાઈઓ એ સાંજે મળ્યા ને દિવાકરને ફોન લગાવી કહ્યું , “ અમે તમને મળવા માંગીએ છીએ.” દિવાકરે કહ્યુ, “હમણાં જ આવી જાઓ.”

મિનાક્ષી અને દિવાકર આજે ખુબ ખુશ હતાં. બંને ભાઈઓ ઘરે આવતાં મા-બાપને ભેટી પડયાં અને બોલ્યાં , “મા-બાપ વિના આ દુનિયામાં કોઈ કિંમત નથી કરતું એ અનુભવ અમને 15 દિવસમાં જ થઈ ગયો. અમે બંને ભાઈઓ અહીં જ રહીશું . જયાં સુધી અમારી પત્નીઓની શાન ઠેકાણે ન આવે ત્યાં સુધી ભલે પોતાના પિયરમાં રહેતી.”

મિનાક્ષીએ પોતાની બંને વહુઓને લેવા જવાની તૈયારી દાખવી પણ દિવાકરે રોકી, “ મિનાક્ષી, તુ ખોટી ઉતાવળ ન કર. એલોકો પોતાની મેળે ગઈ છે. આ ઘરના દરવાજા એલોકો માટે હંમેશાં ખુલ્લાં છે. બંને વહુઓનાં મા-બાપે પણ સમજૂતી માટે હજુ સુધી ફોન નથી કર્યા. જયાં સુધી એમણે કરેલી ભૂલનો પસ્તાવો નહિ થાય ત્યાં સુધી એલોકો અહીં આવશે તો પણ પરિસ્થિતિ એ જ રહેશે. માટે બંને વહુઓનો સુમાર જો. મને ખાતરી છે કે આ ઘરમાં એલોકોએ જે આઝાદી અને સુખ માણ્યું છે એની ખોટ એલોકોને સાલશે અને પોતાની મેળે જ આવશે.” દિવાકરે પેલી કહેવત યાદ કરાવી કે “ જે વાર્યા ના વળે એ હાર્યા વળે.”

કવિશની પત્ની શિખાને તો 15 દિવસ પછી એની ભાભીએ છુટી કરી કહ્યું કે, જો શિખા આ ઘરમાં રહેશે તો એ પણ એના પિયર ચાલી જશે. માટે શિખાએ કવિશને ફોન કરી પોતાની પાછા પરત ફરવાની ઈચ્છા જણાવી. પણ કવિશે પોતાના તરફ શિખાએ કરેલા વર્તનની યાદ અપાવી અને કહ્યું , “ તારે આ ઘરમાં રહેવું હશે તો ઘરની રીત પ્રમાણે અને વડીલોની મર્યાદા જળવાઈ રહે એમ જ રહેવું પડશે નહિ તો આ ઘરમાં તારી કોઈ જ જગા નથી.” શિખા ત્યારે ઘરે આવી અને બધાંની માફી માંગી અને દિવાકરને કહ્યું , “પપ્પા, મને એક મોકો આપો. આજથી હું એક સારી વહુ સાબિત થઈશ પણ પ્લીઝ મને આ ઘરની બહાર નહિ કાઢતાં .” દિવાકર અને મિનાક્ષીએ શિખાને માફ કરી.

કેયુરની પત્ની નીલમ કે એનાં મા-બાપે હજુ સુધી કોઈ સમજુતીનો પ્રયાસ નહતો કર્યો. નીલમની શાન હજુ ઠેકાણે આવી નહતી. નીલમે એક જ વાર કેયુર ને કહ્યું કે એ પાછી ઘરે આવવા માંગે છે પણ પોતાની શરતે. ત્યારે કેયુરે એને કહ્યું કે તો પછી આ ઘર કાયમ માટે ભુલી જજે.

નીલમનુ પાર્ટી કલ્ચર હજુ એવું જ હતું . એકવાર ક્લબથી સાંજે પાછા ફરતાં એની ફ્રેંડ સ્મિતાએ કહ્યું કે, " નીલમ, તેં આજે વધારે ડ્રિંકસ લીધું છે હું ઘરે મૂકી જાઉં કે ? ” ત્યારે નીલમે એને ના પાડી અને કહ્યું કે એનો ડ્રાયવર છે. સ્મિતાએ તરત કેયુરને ફોન લગાડી હકીકત જણાવી અને કહ્યું કે , “કેયુર, તુ જલ્દીથી ડ્રાયવરના ઘરે પહોંચી જા કારણ એ કદાચ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી શકે”

લકીલી, કેયુર નજીકના એરિયામાં જ હતો અને ડ્રાયવરનું ઘર એને ખબર હતું . એ ત્યાં ગયો અને નીલમની ગાડી પાર્ક કરતાં એણે જોયો અને એ જ સમયે કેયુરે એને પકડી લીધો , “ ગાડી ઈધર કયું લાયા?” એનો ઈરાદો ખરાબ હતો તેથી એ બોલવામાં ગોથા ખાઈ ગયો . કેયુરે એને મારવા માંડયો ત્યારે એ બોલ્યો, “ મેરે મનમેં બુરા ખયાલ આયા થા, મેં ઘર જાકે પેસે લેકે મેડમ કો ગાડી મેં હી રખને વાલા થા ઓર.....” અને કેયુરે પોલીસને ફોન લગાવ્યો. નીલમ તો ભાનમાં જ નહતી. કેયુરે એના મા-બાપ ને બોલાવ્યા અને કવિશને પણ. થોડો વારમાં પોલીસ ડ્રાયવરને કસ્ટડી માટે લઈ ગઈ.

નીલમના મા-બાપ ભોંઠા પડી ગયા. નીલમને ઘરે લઈ આવ્યા.બીજે દિવસે બનેલી ઘટનાની વાત સાંભળતાં નીલમને પોતાના પર ખુબ શરમ આવી. નીલમને થયું કે જો આજે કેયુર સમયસર ન આવ્યો હોત તો એની જિંદગી ખરાબ થઈ જાત. એ ખુબ રડી. કેયુરની માફી માંગી. કેયુરને કહેવા લાગી કે , "મારે તમારા મા-બાપની પણ માફી માંગવી છે. હું બહુ છકી ગઈ હતી. ઘરે આવી દિવાકર અને મિનાક્ષી બંનેની માફી માંગી અને કહ્યું કે , “ મને સમજાય છે કે સાચું સુખ તો સાસરિયામાં જ છે”. એમણે પણ નીલમને માફ કરી દીધી.

મિનાક્ષી બોલી, “દિવાકર, આજે પાછી સુખની ભરતી આવી ગઈ. સમયે આપણને સાચવી લીધાં .” દિવાકરે પણ હા માં હા મિલાવી અને જાણે કે એના શબ્દો સાચા થયાં કે ,“ વાર્યા ન વળે એ હાર્યા વળે.” છે ને સમયની બલિહારી.

brown hourglass with blue sand on shore
brown hourglass with blue sand on shore