મોબાઈલ થી સાઇટ જોનાર પ્લીઝ હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
“હા પપ્પા-મમ્મી હું મજામાં છુ. નીલની તબિયત પણ સારી છે. હું , નીલ અને પ્રિયા આજથી ત્રણ દિવસ માટે પિકનિક જઈએ છીએ.”
“કેમ? નીલને સ્કૂલમાં મિનિ વેકેશન છે?”
“ના, એ એક દિવસ રજા લેશે તો આખું અઠવાડિયુ ફરી શકાય એમ છે. અમે બંનેએ પણ રજા લીધી છે.”
વિશાલ એના મમ્મી-પપ્પા સાથે અઠવાડિયે એક વાર વિડીયોકોલ અથવા ફોન પર વાત કરતો. પણ પ્રિયા હંમેશા સાસુ સસરા સાથે વિશાલ કરતા પણ વધારે વાત કરતી અને નીલને પણ કરાવતી. વિશાલ પોતે અમેરિકા સેટ થઈ ગયેલો. એના મમ્મી-પપ્પા પ્રમોદકાકા અને રાધાકાકી બંને રિટાયર્ડ લાઈફ જીવતા.એમનો બીજો દિકરો મિહિર પણ ઓસ્ટ્રેલિયા રહેતો.
પ્રમોદકાકા ગવર્નમેંટ ઓફિસર હતા. જ્યારે રાધાકાકી પ્રાયમરી સ્કૂલમા પ્રિન્સીપલ હતાં . મુંબઈમાં વિલેપારલેમાં એમનો મોટો ફ્લેટ હતો. બંનેને પોતાના છોકરાઓને ખુબ ભણાવી-ગણાવી પોતાના કરતાં પણ સારું કમાય અને ખુબ આગળ આવે એવી સતત ઝંખના .
ઘરમાં છોકરાઓને બાળપણથી જ ભણવાનું વાતાવરણ. રાધાકાકીની સ્કૂલ નજીક હોવાથી બરાબર દોઢ વાગ્યે ઘરે આવી જતાં . એક કામવાળી લતા આખા દિવસ માટે તેમજ રસોઈ માટે બહેન રાખેલા. લતા બંને છોકરાઓને સ્કૂલે લેવામૂકવા જતી અને એમને જમાડવાનું તેમજ બીજું ધ્યાન પણ રાખતી.
વિશાલ અને મિહિર બંનેનો સ્કૂલ નો સમય 8 થી 2 નો હતો. એટલે આવ્યા પછી ફ્રેશ થઈ , જમી કરી થોડો વારમાં જ રાધાકાકી સવાલોની ઝડી વરસાવતા. દરેક વિષય ના ટીચરે આજે શું ભણાવ્યુ, વગેરે અને એમને થોડી વારમાં જ લેસન કરવા બેસાડી દે. જેવું લેસન શરુ કરે એટલે દસ જાતના ઈન્સ્ટ્રક્શન્સ, પોતે જ ભણાવતા. વિશાલ અને મિહિરે ફક્ત એક જ કલાક રમવા જવાનુ. રમીને આવ્યા પછી પપ્પા ઘરે આવી જાય અને ટેબલ્સ પાકા કરવા આપ્યા હોય એ બોલાવડાવે ,રાત્રે જમ્યા પછી અડધો કલાક પાછુ ગ્રામર કરવાનુ. ટીવી તો ફક્ત શનિ-રવિએ જ જોવાનુ. રવિવાર તો વિશાલ અને મિહિર ને બિલકુલ ન ગમતો. કારણ વધારે ભણવાનું . વેકેશનમાં પણ ક્લાસ જેવા કે વેદિક મેથ્સ, ગ્રામર વગેરે. બહારગામ ફરવા જવાનું , દાદાદાદી કે નાનાનાની ને ત્યાં ફ્ક્ત એક અઠવાડિયું .
પ્રમોદકાકાના તેમજ રાધાકાકીના મા-બાપ તેમ જ સગા-વ્હાલાઓને આમનુ બાળકો પ્રત્યેનુ વલણ ક્રૂર લાગતુ. એલોકો સલાહ આપતા કે વારે-તહેવારે બાળકોને સગાઓ તેમજ મિત્રોને ત્યાં મોકલવા. ગેટ ટૂ ગેધર કરવું જેથી બાળકો નો સર્વાંગી વિકાસ થાય. ત્યારે બંને કહેતા કે “ તમને શું ખબર , ભણતરનું આજકાલ કેટલું મહત્વ છે? સારુ ભણશે તો સારુ કમાશે અને સમાજમાં માન મેળવશે.”
વિશાલ અને મિહિર ના મિત્રો પણ એમને ચિઢવતા. પણ મમ્મી-પપ્પા કડક હોવાથી એમની પાસે કોઈ ઉપાય નહતો. બંને જોકે હંમેશા પ્રથમ આવતા. અને પ્રમોદકાકા અને કાકી જાણે કે બધાને બતાવી દેતા કે જોયું અમારા છોકરાઓ કેટલા હોંશિયાર છે?
વિશાલ અને મિહિર બંને એંજિનિયર થઈ ગયા અને કેમ્પસ ઈન્ટરવ્યુમાં જ સિલેક્ટ થઈ સારી કંપનીમાં નોકરીમાં જોડાયા . બેએક વરસ મુંબઈમાં નોકરી કર્યા પછી સારી તક મળતાં જ વિશાલ અમેરિકા અને મિહિર ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયા. બંનેએ છોકરી પણ પોતાની રીતે જીવનસાથી તરીકે શોધી લીધી . વિશાલે પ્રિયા તેમજ મિહિરે સપના સાથે .લગ્ન જોકે મુંબઈમાં થોડા થોડા મહિનાના અંતરે થયા. અને 15 દિવસ મા-બાપ સાથે રહી વહુ-દિકરાઓ પાછા પરદેશ પહોંચી ગયા.
પ્રમોદકાકા અને રાધાકાકીને પેંશન આવતુ. પૈસે ટકે ખુબ સુખ હતું . કામવાળી, રસોઈવાળી વગેરે બધું જ .પણ હવે એમને એક ખાલીપો લાગતો. જુવાનીમાં મિત્રો તેમજ સગા સાથે વધારે સમય ગાળેલો નહતો એટલે હવે કોઈ એમને વધારે ભાવ આપતું નહીં . બંને વિચારતાં કે વિશાલ કે મિહિર ક્યારેય આગ્રહ કરીને એમને ત્યાં બોલાવતા નહીં . વિઝા માટે ક્યારેક કહેતા પણ ઉમંગથી નહીં . પ્રમોદકાકા અને કાકી પણ સ્વમાની હતાં તેથી એલોકો મનોમન મુંઝાતા પણ ક્યારેય પોતાની મેળે ત્યાં જવાનો આગ્રહ ન રાખતાં . વિશાલ અને મિહિર બંને વારો રાખી પોતાના ફેમિલી સાથે વરસમાં એક વાર ફક્ત એક અઠવાડિયા માટે જ આવતાં . એમની વહુઓ ને પણ આ રીતના ઔપચારિક સંબંધોનું આશ્ચર્ય થતું . બંને જણીઓ પોતાના પતિને માબાપ ને પોતાની સાથે રાખવા ઘણીવાર સમજાવતી. પણ વિશાલ અને મિહિર ને કાંઈ ઈ ફરક ન પડતો.
વિશાલ અને મિહિર બંનેને ત્યા બાળક આવી ગયા ત્યારેય આ દંપતીએમના પૌત્રોને જોવા માંગતા છતાંયે ન ગયા. પ્રમોદકાકા અને કાકી વિચારતાં કે ,આ એ જ છોકરાવ છે જેમને ભણાવવા એમણે કોઈ કસર ન છોડી . પ્રેમના ભુખ્યા બંને હવે નિરાશ રહેવા લાગ્યા અને બહાર નીકળવાનું પણ ઓછું કરી નાંખ્યું . લતા ની પણ હવે ઉંમર થઈ હતી. એ સાક્ષી હતી આ બંનેની મૂંઝવણની . એ ઘણીવાર રાધાકાકીને છોકરાઓને આટલી હદ સુધી ભણાવ ભણાવ કરી ત્રાસ ન આપવા પણ કહેતી ,પણ રાધાકાકી કહેતાં ,કે તને શું ખબર પડે?
બિલ્ડીંગ્માં પણ બધાં વિચારતાં કે, આ પ્રૌઢ યુગલના બંને છોકરાઓ ફોરેન રહેવા છતાંયે આલોકો ક્યારેય ત્યાં ગયા હોય એવું સાંભળ્યું નથી. એમના જુના પાડોશી મેનાબેન અને સનતભાઈ એમની સાથે સારો સંબંધ રાખતાં . બંને સમક્ષ એકવાર રાધાકાકી અને પ્રમોદકાકા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા. સનતકાકાથી એ દિવસે ન રહેવાયું . એમનો દિકરો આદિત્ય પણ અમેરિકામાં રહેતો અને વિશાલના ઘરથી થોડા માઈલ જ દૂર રહેતો એને ફોનમાં બધી વાત કરી અને વિશાલને ત્યાં જવા કહ્યુ.
આદિત્ય વિશાલને ત્યાં બીજા દિવસે ફોન કરી પહોંચી ગયો. એણે વિશાલને સમજાવતા કહ્યું કે , એના મમ્મી-પપ્પા ત્યાં એકલતામાં ઝુરે છે અને એણે કોઈપણ હિસાબે એકાદ મહિનો તો એમની સાથે રહેવુ જ જોઈએ. વિશાલે ત્યારે સહેજ પણ અસ્વસ્થ થયા વગર કહ્યું કે , “ એવું નથી કે એ પોતાના મા-બાપ ને નફરત કરે છે પણ મારો અને મિહિર નો એમની સાથે નો વધારે સ્નેહભર્યો સંબંધ પણ નથી. અમારા બંનેનું બાળપણ બગાડવામાં અમારા મા-બાપે જાણ્યે-અજાણ્યે બહુ મોટો ભાગ ભજવ્યો છે. નાનપણથી જ અમે ભણતર ના બોજમાં તણાઈ ગયા હતા. આખો દિવસ બસ ભણવું , ભણવું અને ભણવું . એ સિવાય અમને ક્યારેય તહેવારો જેવા કે દિવાળી, નવરાત્રિ કે વેકેશન એન્જોય કરવા નથી મળ્યું . મેં અને મિહિરે કેટલી વાર ઘર છોડીને જતા રહેવાનો નિર્ણય કરેલો પણ એવી તક મળી નહીં . દાદા-દાદી, નાના-નાની ની વાર્તા, પ્રેમ, હુંફ, મિત્રો સાથે હરવું ફરવું આ બધું અમે ગુમાવ્યું છે. ભલે આ પાછળ એમની ભાવના તો અમારી સુંદર કારકિર્દી બને એ જ હતી પણ એમનો માર્ગ ખોટો હતો. એમને તો બસ સમાજ તેમજ સોસાયટીમાં બતાવી દેવું હતું . આજે ભલે અમે ભણેલા છીએ પણ અમારી ઈ.ક્યૂ. લેવલ , સહનશક્તિ, તેમજ સોસાયટીમાં મિક્સ થઈ જવું આ બધાં ગુણો વિકસ્યા જ નથી. અમે બંને ભાઈઓ જાણે કે લાગણીહીન જ છીએ.
અમારી બંનેની પત્નીઓને આ વાત રુચતી નથી અને અમને સમજાવવા પણ પ્રયત્ન કરે છે પણ કાંઈક અલગ પ્રકારની દૂરી આ સંબંધમાં આવી ગઈ છે. હું , પ્રિયા અને નીલ સાથે લગભગ દર મહિને નાની પિકનિકનું આયોજન કરું છું . આજુબાજુમાં આવેલા શહેર, નેશનલ પાર્ક તેમજ જોવાલાયક સ્થળે લઈ જાઉં છું અને મેં જે ગુમાવ્યું એના કરતાં બમણુ મારા ફેમિલી ને આપવા માંગુ છું . મિહિર સાથે અઠવાડિયે એકવાર વાતચીત થાય છે. જન્મદાતાનું ઋણ ઉતારવા માટે ઘણીવાર ભારત સ્થાયી થવાનો વિચાર કરું છું પણ ત્યાં જઈ મારા નીલને ભારત આવી ફરી થી રેસમાં ભાગતાં ઘોડો નથી બનાવવો ,એમ લાગતાં ફરી કન્ફ્યુસ થઈ જાઉં છું .
આદિત્યને તો આ બધી વાત સાંભળી આશ્ચર્ય થયું અને વિચારતો રહી ગયો કે, આ પરિસ્થિતિ માટે કોણ દોષી છે વિશાલ અને મિહિર કે પ્રમોદકાકા અને કાકી?
“હા પપ્પા-મમ્મી હું મજામાં છુ. નીલની તબિયત પણ સારી છે. હું , નીલ અને પ્રિયા આજથી ત્રણ દિવસ માટે પિકનિક જઈએ છીએ.”
“કેમ? નીલને સ્કૂલમાં મિનિ વેકેશન છે?”
“ના, એ એક દિવસ રજા લેશે તો આખું અઠવાડિયુ ફરી શકાય એમ છે. અમે બંનેએ પણ રજા લીધી છે.”
વિશાલ એના મમ્મી-પપ્પા સાથે અઠવાડિયે એક વાર વિડીયોકોલ અથવા ફોન પર વાત કરતો. પણ પ્રિયા હંમેશા સાસુ સસરા સાથે વિશાલ કરતા પણ વધારે વાત કરતી અને નીલને પણ કરાવતી. વિશાલ પોતે અમેરિકા સેટ થઈ ગયેલો. એના મમ્મી-પપ્પા પ્રમોદકાકા અને રાધાકાકી બંને રિટાયર્ડ લાઈફ જીવતા.એમનો બીજો દિકરો મિહિર પણ ઓસ્ટ્રેલિયા રહેતો.
પ્રમોદકાકા ગવર્નમેંટ ઓફિસર હતા. જ્યારે રાધાકાકી પ્રાયમરી સ્કૂલમા પ્રિન્સીપલ હતાં . મુંબઈમાં વિલેપારલેમાં એમનો મોટો ફ્લેટ હતો. બંનેને પોતાના છોકરાઓને ખુબ ભણાવી-ગણાવી પોતાના કરતાં પણ સારું કમાય અને ખુબ આગળ આવે એવી સતત ઝંખના .
ઘરમાં છોકરાઓને બાળપણથી જ ભણવાનું વાતાવરણ. રાધાકાકીની સ્કૂલ નજીક હોવાથી બરાબર દોઢ વાગ્યે ઘરે આવી જતાં . એક કામવાળી લતા આખા દિવસ માટે તેમજ રસોઈ માટે બહેન રાખેલા. લતા બંને છોકરાઓને સ્કૂલે લેવામૂકવા જતી અને એમને જમાડવાનું તેમજ બીજું ધ્યાન પણ રાખતી.
વિશાલ અને મિહિર બંનેનો સ્કૂલ નો સમય 8 થી 2 નો હતો. એટલે આવ્યા પછી ફ્રેશ થઈ , જમી કરી થોડો વારમાં જ રાધાકાકી સવાલોની ઝડી વરસાવતા. દરેક વિષય ના ટીચરે આજે શું ભણાવ્યુ, વગેરે અને એમને થોડી વારમાં જ લેસન કરવા બેસાડી દે. જેવું લેસન શરુ કરે એટલે દસ જાતના ઈન્સ્ટ્રક્શન્સ, પોતે જ ભણાવતા. વિશાલ અને મિહિરે ફક્ત એક જ કલાક રમવા જવાનુ. રમીને આવ્યા પછી પપ્પા ઘરે આવી જાય અને ટેબલ્સ પાકા કરવા આપ્યા હોય એ બોલાવડાવે ,રાત્રે જમ્યા પછી અડધો કલાક પાછુ ગ્રામર કરવાનુ. ટીવી તો ફક્ત શનિ-રવિએ જ જોવાનુ. રવિવાર તો વિશાલ અને મિહિર ને બિલકુલ ન ગમતો. કારણ વધારે ભણવાનું . વેકેશનમાં પણ ક્લાસ જેવા કે વેદિક મેથ્સ, ગ્રામર વગેરે. બહારગામ ફરવા જવાનું , દાદાદાદી કે નાનાનાની ને ત્યાં ફ્ક્ત એક અઠવાડિયું .
પ્રમોદકાકાના તેમજ રાધાકાકીના મા-બાપ તેમ જ સગા-વ્હાલાઓને આમનુ બાળકો પ્રત્યેનુ વલણ ક્રૂર લાગતુ. એલોકો સલાહ આપતા કે વારે-તહેવારે બાળકોને સગાઓ તેમજ મિત્રોને ત્યાં મોકલવા. ગેટ ટૂ ગેધર કરવું જેથી બાળકો નો સર્વાંગી વિકાસ થાય. ત્યારે બંને કહેતા કે “ તમને શું ખબર , ભણતરનું આજકાલ કેટલું મહત્વ છે? સારુ ભણશે તો સારુ કમાશે અને સમાજમાં માન મેળવશે.”
વિશાલ અને મિહિર ના મિત્રો પણ એમને ચિઢવતા. પણ મમ્મી-પપ્પા કડક હોવાથી એમની પાસે કોઈ ઉપાય નહતો. બંને જોકે હંમેશા પ્રથમ આવતા. અને પ્રમોદકાકા અને કાકી જાણે કે બધાને બતાવી દેતા કે જોયું અમારા છોકરાઓ કેટલા હોંશિયાર છે?
વિશાલ અને મિહિર બંને એંજિનિયર થઈ ગયા અને કેમ્પસ ઈન્ટરવ્યુમાં જ સિલેક્ટ થઈ સારી કંપનીમાં નોકરીમાં જોડાયા . બેએક વરસ મુંબઈમાં નોકરી કર્યા પછી સારી તક મળતાં જ વિશાલ અમેરિકા અને મિહિર ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયા. બંનેએ છોકરી પણ પોતાની રીતે જીવનસાથી તરીકે શોધી લીધી . વિશાલે પ્રિયા તેમજ મિહિરે સપના સાથે .લગ્ન જોકે મુંબઈમાં થોડા થોડા મહિનાના અંતરે થયા. અને 15 દિવસ મા-બાપ સાથે રહી વહુ-દિકરાઓ પાછા પરદેશ પહોંચી ગયા.
પ્રમોદકાકા અને રાધાકાકીને પેંશન આવતુ. પૈસે ટકે ખુબ સુખ હતું . કામવાળી, રસોઈવાળી વગેરે બધું જ .પણ હવે એમને એક ખાલીપો લાગતો. જુવાનીમાં મિત્રો તેમજ સગા સાથે વધારે સમય ગાળેલો નહતો એટલે હવે કોઈ એમને વધારે ભાવ આપતું નહીં . બંને વિચારતાં કે વિશાલ કે મિહિર ક્યારેય આગ્રહ કરીને એમને ત્યાં બોલાવતા નહીં . વિઝા માટે ક્યારેક કહેતા પણ ઉમંગથી નહીં . પ્રમોદકાકા અને કાકી પણ સ્વમાની હતાં તેથી એલોકો મનોમન મુંઝાતા પણ ક્યારેય પોતાની મેળે ત્યાં જવાનો આગ્રહ ન રાખતાં . વિશાલ અને મિહિર બંને વારો રાખી પોતાના ફેમિલી સાથે વરસમાં એક વાર ફક્ત એક અઠવાડિયા માટે જ આવતાં . એમની વહુઓ ને પણ આ રીતના ઔપચારિક સંબંધોનું આશ્ચર્ય થતું . બંને જણીઓ પોતાના પતિને માબાપ ને પોતાની સાથે રાખવા ઘણીવાર સમજાવતી. પણ વિશાલ અને મિહિર ને કાંઈ ઈ ફરક ન પડતો.
વિશાલ અને મિહિર બંનેને ત્યા બાળક આવી ગયા ત્યારેય આ દંપતીએમના પૌત્રોને જોવા માંગતા છતાંયે ન ગયા. પ્રમોદકાકા અને કાકી વિચારતાં કે ,આ એ જ છોકરાવ છે જેમને ભણાવવા એમણે કોઈ કસર ન છોડી . પ્રેમના ભુખ્યા બંને હવે નિરાશ રહેવા લાગ્યા અને બહાર નીકળવાનું પણ ઓછું કરી નાંખ્યું . લતા ની પણ હવે ઉંમર થઈ હતી. એ સાક્ષી હતી આ બંનેની મૂંઝવણની . એ ઘણીવાર રાધાકાકીને છોકરાઓને આટલી હદ સુધી ભણાવ ભણાવ કરી ત્રાસ ન આપવા પણ કહેતી ,પણ રાધાકાકી કહેતાં ,કે તને શું ખબર પડે?
બિલ્ડીંગ્માં પણ બધાં વિચારતાં કે, આ પ્રૌઢ યુગલના બંને છોકરાઓ ફોરેન રહેવા છતાંયે આલોકો ક્યારેય ત્યાં ગયા હોય એવું સાંભળ્યું નથી. એમના જુના પાડોશી મેનાબેન અને સનતભાઈ એમની સાથે સારો સંબંધ રાખતાં . બંને સમક્ષ એકવાર રાધાકાકી અને પ્રમોદકાકા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા. સનતકાકાથી એ દિવસે ન રહેવાયું . એમનો દિકરો આદિત્ય પણ અમેરિકામાં રહેતો અને વિશાલના ઘરથી થોડા માઈલ જ દૂર રહેતો એને ફોનમાં બધી વાત કરી અને વિશાલને ત્યાં જવા કહ્યુ.
આદિત્ય વિશાલને ત્યાં બીજા દિવસે ફોન કરી પહોંચી ગયો. એણે વિશાલને સમજાવતા કહ્યું કે , એના મમ્મી-પપ્પા ત્યાં એકલતામાં ઝુરે છે અને એણે કોઈપણ હિસાબે એકાદ મહિનો તો એમની સાથે રહેવુ જ જોઈએ. વિશાલે ત્યારે સહેજ પણ અસ્વસ્થ થયા વગર કહ્યું કે , “ એવું નથી કે એ પોતાના મા-બાપ ને નફરત કરે છે પણ મારો અને મિહિર નો એમની સાથે નો વધારે સ્નેહભર્યો સંબંધ પણ નથી. અમારા બંનેનું બાળપણ બગાડવામાં અમારા મા-બાપે જાણ્યે-અજાણ્યે બહુ મોટો ભાગ ભજવ્યો છે. નાનપણથી જ અમે ભણતર ના બોજમાં તણાઈ ગયા હતા. આખો દિવસ બસ ભણવું , ભણવું અને ભણવું . એ સિવાય અમને ક્યારેય તહેવારો જેવા કે દિવાળી, નવરાત્રિ કે વેકેશન એન્જોય કરવા નથી મળ્યું . મેં અને મિહિરે કેટલી વાર ઘર છોડીને જતા રહેવાનો નિર્ણય કરેલો પણ એવી તક મળી નહીં . દાદા-દાદી, નાના-નાની ની વાર્તા, પ્રેમ, હુંફ, મિત્રો સાથે હરવું ફરવું આ બધું અમે ગુમાવ્યું છે. ભલે આ પાછળ એમની ભાવના તો અમારી સુંદર કારકિર્દી બને એ જ હતી પણ એમનો માર્ગ ખોટો હતો. એમને તો બસ સમાજ તેમજ સોસાયટીમાં બતાવી દેવું હતું . આજે ભલે અમે ભણેલા છીએ પણ અમારી ઈ.ક્યૂ. લેવલ, સહનશક્તિ, તેમજ સોસાયટીમાં મિક્સ થઈ જવું આ બધાં ગુણો વિકસ્યા જ નથી. અમે બંને ભાઈઓ જાણે કે લાગણીહીન જ છીએ.
અમારી બંનેની પત્નીઓને આ વાત રુચતી નથી અને અમને સમજાવવા પણ પ્રયત્ન કરે છે પણ કાંઈક અલગ પ્રકારની દૂરી આ સંબંધમાં આવી ગઈ છે. હું , પ્રિયા અને નીલ સાથે લગભગ દર મહિને નાની પિકનિકનું આયોજન કરું છું . આજુબાજુમાં આવેલા શહેર, નેશનલ પાર્ક તેમજ જોવાલાયક સ્થળે લઈ જાઉં છું અને મેં જે ગુમાવ્યું એના કરતાં બમણું મારા ફેમિલી ને આપવા માંગુ છું. મિહિર સાથે અઠવાડિયે એકવાર વાતચીત થાય છે. જન્મદાતાનું ઋણ ઉતારવા માટે ઘણીવાર ભારત સ્થાયી થવાનો વિચાર કરું છું પણ ત્યાં જઈ મારા નીલને ભારત આવી ફરી થી રેસમાં ભાગતાં ઘોડો નથી બનાવવો ,એમ લાગતાં ફરી કન્ફ્યુસ થઈ જાઉં છું .