મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

વેદવ્યાસજીએ મહાભારતમાં નોંધેલો એક પ્રસંગ -આપણા જીવન સાથે સુસંગત

શ્રી શૈલેશ સગપરિયાભાઈના એક વીડિઓમાંથી

શ્રી વેદવ્યાસજીએ મહાભારતમાં નોંધેલો એક પ્રસંગ આપણાં જીવન સાથે સુસંગત :-

યુદ્ધ વખતે સત્ય કી કૃષ્ણ અને બલરામ ત્રણેય જંગલમાં જતા હોય છે. અંધારું થઈ જતાં રસ્તો શોધવાનું કામ ભારે હોવાથી કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે રાતવા છો અહીં જ કરી લઈએ નહીં તો ભટકી જશું.

જંગલમાં પશુ,બ્રહ્મરાક્ષસ જેવા ભય હોવાથી ત્રણેયે નક્કી કર્યું કે, આખી રાતને ત્રણ ભાગમાં વહેંચી,ત્રણેય માંથી કોઈ એક જણ જાગી ચોકી પહેરો કરશે અને સુતેલી વ્યક્તિઓનું ધ્યાન રાખશે.

સાત્યકિનો પહેલો વારો હતો, કૃષ્ણ અને બલરામ થાકેલા હોવાથી ઘસઘસાટ ઉંઘતા હતાં. થોડોવારમાં બ્રહ્મ રાક્ષસ આવ્યો. સાત્યકિને હેરાન કરવા લાગ્યો અને બંનેની ભયંકર લડાઈ શરૂ થઈ. સાત્યકિ પાંડવોના પક્ષે લડેલા દ્વારિકાના મોટા યોદ્ધા હતાં એટલે એ પણ બહાદુરીથી બ્રહ્મરાક્ષસનો સામનો કરી રહ્યાં હતાં. સાત્યકિ ને વાગે ત્યારે એ ચીસાચીસ કરે અને તેમ તેમ બ્રહ્મરાક્ષસ નું કદ મોટું અને મોટું થાય.

થોડો વારમાં બલરામ નો વારો આવ્યો. બલરામે પણ એવું જ કર્યું, ચીસો પાડે એમ બ્રહ્મ રાક્ષસ નું કદ વધારે મોટું થાય. વારો પૂરો થયો અને કૃષ્ણનો વારો આવ્યો. બ્રહ્મરાક્ષસનું કદ ખુબ મોટું થઈ ગયેલું. કૃષ્ણ અને બ્રહ્મરાક્ષસ નું યુદ્ધ થયું. કૃષ્ણને પણ વાગે પણ એમણે એ સમયે હસવાનું ચાલુ રાખ્યું.

વેદ વ્યાસજી નોંધે છે કે, કૃષ્ણ એના પ્રત્યેક વાર સાથે હસતા હતાં એમ એમ બ્રહ્મરાક્ષસનું નાનું થતું જાય. એમ કરતાં કરતાં બ્રહ્મરાક્ષસ નું કદ ખુબ જ નાનું થઈ ગયું એટલે કૃષ્ણએ પોતાના ઉપવસ્ત્રમાં એને બાંધી સુઈ ગયાં. સવારે સાત્યકિ અને બલરામે પૂછ્યું, “ બ્રહ્મરાક્ષસ ક્યાં ગયો?” કૃષ્ણએ બતાવ્યું કે આમાં છે ત્યારે બંને પૂછવા લાગ્યા કે આ કેવી રીતે શક્ય બને? ત્યારે કૃષ્ણએ એને વસ્ત્રો ખોલી એની ગરદન મરોડી નાખી અને મારી નાખ્યો.

વેદવ્યાસજીએ નોંધેલો આ પ્રસંગ આપણાં જીવન સાથે કેટલો સુસંગત છે.

આપણાં ઋષિ મુનિઓ આપણને આવા પ્રસંગો દ્વારા કેટલું સરસ અને સરળ રીતે સમજાવી જાય છે. દરેકના જીવનમાં પ્રશ્ન, સમસ્યાઓ અને વિઘ્નો આવે પણ આપણે એ સમસ્યાઓ ને કેટલું મોટું સ્વરૂપ આપી દઈએ શું કામ? જીવનમાં ઉભા થતા પ્રશ્નો વખતે જેઓ હસતાં રહે છે એમની સમસ્યાઓ નાની થતી જાય છે. આ પ્રસંગનો બ્રહ્મરાક્ષસ એટલે આપણાં મનની સ્થિતિ, જેટલું વધારે મહત્વ આપીએ એટલી સમસ્યા મોટી થતી જાય અને એનો હસતાં હસતાં સામનો કરીએ એટલી સમસ્યા નાની થતી જાય. વિવેકાનંદજી કહે છે કે, જીવનમાં પોતાનું મનોબળ ખૂબ જ મજબૂત રાખે તો સાપનું પણ ઝેર ચઢતું નથી.