મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
Your blog post
Blog post description.
6/30/20251 min read
સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ "રોબોટ "માં એક રોબોટને મૌલિક રીતે ડિઝાઈન કરવામાં આવે છે પણ એ ખોટી રીતે પ્રોગ્રામ થવાથી અનિયંત્રિત બની જાય છે અને શહેર માટે ખતરારૂપ બની જાય છે.
ખેર આ તો ફિલ્મ ના રોબોટ ની વાત હતી, સોફિયા નામની એક રોબોટ જે માનવી જેવી જ વર્તણુક કરે છે એને તો સાઉદી અરેબિયા નું નાગરિકત્વ પણ પ્રાપ્ત થયું છે.
આ બધું અવનવું AI ને આભારી છે. AI એટલે આર્ટિફિશ્યિલ ઇન્ટેલીજેન્સ કોમ્પ્યુટર્સ અને મશીનને માનવ બુદ્ધિ જેવી ક્રિયાઓ કરવામાં સક્ષમ બનાવે છે.
એક એવી ટેક્નોલોજી જેમાં મશીન માણસની જેમ વિચારી શકે અને કામ પણ કરી શકે. જેમકે, આંકડાઓ, ચિત્રો, ફોટા અને અવાજોનું વિશ્લેષણ કરવું, નિર્ણયો લેવા, તર્ક લડાવવું વગેરે.
ધારોકે તમે you tube ચેનલ પર એક આધ્યાત્મિક વિડીયો જોઈ રહ્યા છે અને તમે એને લાઈક કર્યું, થોડીવારમાં you tube નું AI algorithm ઘડી ઘડીએ તમને એજ વિષયોના બીજા વિડીયો બતાવતા રહેશે.
આ બધાં ઉદાહરણ સિવાય AI માનવજીવનના વિકાસ માટે દરેક ક્ષેત્રે પગપેસારો કરી ચૂક્યું છે. એનો પ્રભાવ આપણે ઘણાં સાધનો અને ટેક્નોલોજી માં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે.
* સ્માર્ટ ફોન :- Samsung galaxy અને Apple iphone જે ઘણી એડવાન્સ ટેક્નોલોજીથી બન્યા છે અને એના વપરાશકર્તાના તમામ કામ મિનિટોમાં થઈ જાય છે.
* વોઈસ આસિસ્ટન્ટસ :-
વપરાશકર્તા આ મશીનોમાં બટન દબાવ્યા વગર પણ સ્પીકરમાં બોલી તત્કાલ જવાબ અથવા સચોટ માહિતી મેળવી શકે છે. જેમકે એપ્પલની Siri, ગૂગલ નું google assistant, Alexa વગેરે.
* અન્ય સામાન્ય ઉપકરણો જેમકે સ્માર્ટ લાઈટ્સ, સ્માર્ટ સ્પીકર્સ તેમજ હમણાં શોધાયેલું અને ભારતીય લોકો માટે ઉપયોગી એવું "Dosa maker " મશીન તેમજ અન્ય સુરક્ષા માટેના સાધન જેમકે સ્માર્ટ લોક વગેરે પણ AI ની જ દેન છે.
* સ્વયંચાલક વાહન જેમકે Tesla કંપનીએ બનાવેલી "Driverless Car "જે થોડા વર્ષ પહેલા એક કલ્પના માત્ર હતી.
* AI ટ્રાફિક સંચાલન, તેમજ "Google Maps" જેવી ટેક્નોલોજી ડ્રાઈવિંગ અને રસ્તાની પરિસ્થિતિનો ચિતાર પણ આપે છે.
હમણાં એક શહેરમાં સિગ્નલ સિસ્ટમ પાસે એક મોટી સ્ક્રીન પર ટ્રાફિક નિયમનો ભંગ કરનારનો ફોટો એ સ્ક્રીન પર એને દેખાય એટલે એ બીજીવાર સાવચેતી રાખે. આ પણ AI ની જ દેણ છે.
આ સિવાય આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે તો એટલી પ્રગતિ કરાવી છે કે ઘણું બધું લખી શકાય. તે સિવાય શેરબજારમાં પણ ઉપયોગી થઈ રહ્યું છે. Amazon, Fedex કંપની ઓ "વેરહાઉસ મેનેજમેન્ટ "માટે, તેમજ અન્ય ટીવી ની સ્પોર્ટ્સ ચેનલો દર્શકોની પસંદગી પ્રમાણે પોતાના ચેનલને વધારે દર્શકો મેળવવા AI નો ઉપયોગ કરે છે.
Google translate અને Microsoft translator જેવી AI આધાર ટેક્નોલોજીએ ભાષાઓના અવરોધો દૂર કરી દીધા છે.
પર્યાવરણ ક્ષેત્રે Drones અને Satellites ની મદદથી જંગલની કાપણી, વિલુપ્ત થતી પ્રજાતના ખતરાઓ તેમજ પ્રદુષણ પર કાબૂ મેળવવા AI ઘણું મદદરૂપ બન્યું છે.
માનવ જીવનના વિવિધ પાસાઓમાં ક્રાંતિ લાવી માનવજીવનને વધુ કાર્યક્ષમ તેમજ સરળ બનાવવા અને ઉચ્ચત્તમ ગુણવત્તાવાળી સેવા પ્રદાન કરવામાં AI એ ખુબ મહત્વનો ફાળો આપ્યો છે.
આ અનમોલ સુવિધાઓ ક્યારેક ખતરનાક બની શકે જયારે એનો દુરુપયોગ થાય. જેમકે ફોટા મોર્ફ કરી મોટા ગુનેગારો બ્લેકમેઈલ કરે, સાયબર હુમલાઓ, હેકિંગ વગેરે ખતરાઓ મિનિટોમાં આખી વ્યવસ્થા ખોરવી નાખે.
ઘણીવાર વ્યક્તિગત માહિતીઓનો પણ ભંગ થાય છે જેમકે મોબાઈલ અને બીજા સાધનોમાં રહેલ tracker નો દુરુપયોગ.
માનવીને જે કાર્ય કરતા કલાકો અને દિવસો નીકળી જાય એ જ કામ AI ઘડીના છઠ્ઠા ભાગમાં કરી આપે છે એટલે રોજગારી ગુમાવવાનો મોટો ભય કાયમ રહેતો હોય છે.
ઘણીવાર જટિલ પ્રશ્નો માટે માનવ જેવા નિર્ણય લેવામાં AI વિપરીત પરિણામ પણ આપે છે.
AI ની ક્ષમતાઓ અને તેના વપરાશ માટે "ethical guidelines " ખુબ જરૂરી છે. દુનિયાના દરેક દેશોએ પરસ્પર સમજૂતી કરવી પડશે કે AI નો ઉપયોગ માનવ કલ્યાણ માટે જ કરવામાં આવશે અન્યથા બધાએ એના દુષ્પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે.
એક વાત તો પાક્કી કે માનવીએ AI કરતા વધારે સ્માર્ટ બનવું જ પડશે.