મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .
Your blog post
Blog post description.
mamta
6/25/20251 min read
મને યાદ છે કે જ્યારે હું નાની હતી , ત્યારે જ્યારે પણ હું આકાશમાં વિમાન જોતી , ત્યારે હું તેને શક્ય તેટલું દૂર સુધી જોતી અને વિચારતી કે હું ક્યારે તેમાં બેસું. બધાં નાના બાળકોમાં પાઈલટ બનવાની ઘેલછા હોય છે અને એ એક સ્વપ્ન સમાન હોય છે.
જોકે, હવે મુસાફરી ઘણી સસ્તી થઈ ગઈ છે. ભારતમાં એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઇન્સનું સારું નામ હતું. છેલ્લા કેટલાંક વર્ષોમાં ઘણી સ્પર્ધા રહી છે તેથી મુસાફરોને પણ ઘણી સારી ઓફરો મળે છે.
ગુગલ તેમજ અન્ય ઈતિહાસ કહે છે કે ઓરવિલ અને વિલ્બર રાઈટે વિમાનની શોધ કરી હતી પરંતુ ઘણાં લોકો કદાચ જાણતા નહીં હોય કે ભારતના શિવકર બાપુજી તલપડેએ વિમાનની શોધ કરી હતી. ભારતમાં, વિમાન શબ્દ રામાયણના સમયથી પ્રચલિત છે, એવું કહેવાય છે કે "પુષ્પક" વિમાન ભગવાન રામને લેવા માટે સ્વર્ગમાંથી આવ્યું હતું.
ઘણાંને વિમાનમાં બેસવાનો શોખ હોય છે, કેટલાકને ડર પણ હોય છે. દરેક શહેર અને દેશના એરપોર્ટની પણ વિશેષતાઓ હોય છે. એરપોર્ટની થીમ દેશ, રાજ્ય અને શહેરની સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને પ્રતિબિંબિત કરે છે. મુંબઈ શહેરનું છત્રપતિ શિવાજી ઈંટરનેશનલ એરપોર્ટ જોવા જેવું છે . ખૂબ જ વ્યસ્ત એવા આ એરપોર્ટમાં કેટકેટલી ફ્લાઈટસ અવરજવર કરતી હોય છે .
વિમાનમાં મુસાફરી કરતા મુસાફરોએ સમયસર પહોંચવું, ચેક-ઇન કરવું, સુરક્ષા, બોર્ડિંગ વગેરે જેવી તૈયારીઓ રાખવી પડે છે. જે વિમાનમાં ચઢવાનું છે તેના સ્ટાફ, પાઇલટ્સ, ગ્રાઉન્ડ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓએ પણ સચેત રહેવું પડે છે.
વિમાનની શોધ એ વિશ્વને મળેલી એક અતુલ્ય ભેંટ છે , જે દરેક મુસાફરનું સ્વપ્ન સાકાર કરે છે. આજની તારીખમાં મારી સૌથી પ્રિય યાત્રા હવાઈ યાત્રા જ હોય છે જે ઘણો સમય બચાવે છે .