મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

Your blog post

Blog post description.

1 min read

અમારા આજુબાજુના વિસ્તારમાં એક જ લાઈનમાં લગભગ 5-6 પેટ શોપ, એક્વેરિયમ અને પક્ષીઓને ખોરાક આપવાની દુકાનો છે. જયાં ઘણીવાર નાના ગલુંડિયાઓ , એક્વેરિયમમાં તરતી જાતજાતની રંગબેરંગી માછલીઓ , લગભગ 3 ફૂટના પાંજરામાં 7-8 સસલા , નાના નાના અનેક પાંજરાઓમાં એક સાથે 12-15 પક્ષીઓ જે દેખાવે ખૂબ જ સુંદર , વિદેશી પક્ષીઓની જોડ , પોપટ , નાની ચકલીઓ વગેરે વેચાણ માટે રાખવામાં આવેલાં હોય એ જોવા મળે .

અનેકવાર ત્યાંથી પસાર થાઉં અને જીવ બાળતી રહું . ઘણીવાર પક્ષીઓને છોડાવવાના પૈસા આપી દૂર સુધી છોડ્યાં પણ છે પરંતુ બધાં પક્ષીઓ છોડવા માટે વધારે પૈસા આપવા પડે અને દુકાનદારો ઘણીવાર ડરે કે કદાચ ફરિયાદ થાય . એમતો એલોકો પાસે licence હોય પણ પક્ષીઓ , માછલીઓ , પ્રાણીઓને પાંજરામાં રાખવાનો તેમને શું અધિકાર છે? જોકે , જ્યારે ખરીદનાર મળી જતાં હોય તો પછી આગળ આપણે કઈં ન કરી શકીએ . આ નિર્દોષ પક્ષીઓ અને સસલાની આંખોમાં લાચારી જોઈ છે અને બધાં જાણે મુક્ત કરવા વિનંતી કરતાં હોય એમ જ લાગ્યા કરે .

વાત છે ,15-8-2018 કે 2019 વર્ષ યાદ નથી પણ તારીખ 15 ઓગસ્ટ . એ દિવસે અમે અમારા સ્થાનિક વિસ્તારની એક હોટલમાં રાત્રિભોજન માટે ગયા. તે "સ્વતંત્રતા દિવસ" હતો. ત્યાં એક પાંજરામાં 15-20 નાના સુંદર પક્ષીઓ જોયાં . મેં આ નિર્દોષ પક્ષીઓને મુક્ત કરવા માટે હોટેલ મેનેજરને એક ચિઠ્ઠી લખી અને વ્યક્તિગત રીતે વિનંતી પણ કરી ,કીધું કે "આજે 15-8 છે, તો આપણે આ પક્ષીઓને પાંજરામાંથી મુક્ત કરી સાચી સ્વતંત્રતા આપીએ". તેઓએ અમને પક્ષીઓને એક-બે દિવસમાં છોડી દેવાની ખાતરી આપી .

2-3 દિવસ પછી પક્ષીઓને ખરેખર મુક્ત કરવામાં આવ્યા. હું ખૂબ ખુશ થઈ અને તેમનો આભાર માન્યો. વિચારો તમે કે ,એ પક્ષીઓ કેટલાં ખુશ થયાં હશે . મનુષ્ય પોતાના આનંદ માટે પક્ષીઓ , પ્રાણીઓ પર આવા અત્યાચાર કેવી રીતે કરી શકે ? જેને ઉડવા માટે ભગવાને ખુલ્લું આકાશ આપ્યું છે , માછલીઓને નદીઓ વિશાળ સમુદ્ર આપ્યો છે તો તમે એને આવા નાનકડાં પાંજરા અને એક્વેરિયમમાં કેવી રીતે પૂરી શકો ? કેટલી ગુંગળામણ થતી હશે ? બિચારા બોલી પણ નથી શકતાં ?

ઘણી જગ્યાએ હમણાં જોઉં છું કે, 4-5 ગાયો ફૂટપાથ ઉપર નાનકડી જગ્યામાં એક સાથે બાંધેલી હોય , એમને ઘાસચારો , લાડુ વગેરે ખવડાવી પૈસા કમાય . અરે .. પણ બિચારી ગાયો એટલી જગ્યામાં સરખી રીતે ખાઈ ન શકે , વ્યવસ્થિત બેસી પણ ન શકે , પાણી પણ એને પ્રમાણમાં ઓછું આપવામાં આવે અને દર થોડી થોડી વારે લોકો એ મૂંગા પ્રાણીઓને લોકો અડ અડ કરે આશીર્વાદ માટે અને ગાયનું પૂંછડું આંખે લગાવે . શું કામ એમને ત્રાસ આપવો ? ગામડામાં જે રીતે પ્રેમથી રાખે એ રીતે કેમ નથી રાખતાં, આપોઆપ તમને એમનાં અંતરના આશીર્વાદ મળશે .

લોકો "ફેંગ શુઈ " અનુસાર ઘરમાં "લકીચાર્મ" તરીકે જીવંત કાચબો રાખે છે. મારા મતે, જો કોઈની સ્વતંત્રતા છીનવાઈ જાય, તો તેનું નસીબ કેવી રીતે ચમકશે?

zoo પ્રાણી અને પક્ષી સંગ્રહાલય , સફારી જેમાં લોકો વાઘ અને સિંહને જોવા પડાપડી કરે એ બધું બંધ થવું જોઈએ . હા એમને મદદરૂપ બની આશરો આપવો એ વાત અલગ છે .

કાશ, જો હું કરી શકું, તો હું આ દુનિયાના બધા દેશોમાંથી પાંજરા, અમારા આજુબાજુના વિસ્તારમાં એક જ લાઈનમાં લગભગ 5-6 પેટ શોપ, એક્વેરિયમ અને પક્ષીઓને ખોરાક આપવાની દુકાનો છે. જયાં ઘણીવાર નાના ગલુંડિયાઓ , એક્વેરિયમમાં તરતી જાતજાતની રંગબેરંગી માછલીઓ , લગભગ 3 ફૂટના પાંજરામાં 7-8 સસલા , નાના નાના અનેક પાંજરાઓમાં એક સાથે 12-15 પક્ષીઓ જે દેખાવે ખૂબ જ સુંદર , વિદેશી પક્ષીઓની જોડ , પોપટ , નાની ચકલીઓ વગેરે વેચાણ માટે રાખવામાં આવેલાં હોય એ જોવા મળે .

અનેકવાર ત્યાંથી પસાર થાઉં અને જીવ બાળતી રહું . ઘણીવાર પક્ષીઓને છોડાવવાના પૈસા આપી દૂર સુધી છોડ્યાં પણ છે પરંતુ બધાં પક્ષીઓ છોડવા માટે વધારે પૈસા આપવા પડે અને દુકાનદારો ઘણીવાર ડરે કે કદાચ ફરિયાદ થાય . એમતો એલોકો પાસે licence હોય પણ પક્ષીઓ , માછલીઓ , પ્રાણીઓને પાંજરામાં રાખવાનો તેમને શું અધિકાર છે? જોકે , જ્યારે ખરીદનાર મળી જતાં હોય તો પછી આગળ આપણે કઈં ન કરી શકીએ . આ નિર્દોષ પક્ષીઓ અને સસલાની આંખોમાં લાચારી જોઈ છે અને બધાં જાણે મુક્ત કરવા વિનંતી કરતાં હોય એમ જ લાગ્યા કરે .

વાત છે ,15-8-2018 કે 2019 વર્ષ યાદ નથી પણ તારીખ 15 ઓગસ્ટ . એ દિવસે અમે અમારા સ્થાનિક વિસ્તારની એક હોટલમાં રાત્રિભોજન માટે ગયા. તે "સ્વતંત્રતા દિવસ" હતો. ત્યાં એક પાંજરામાં 15-20 નાના સુંદર પક્ષીઓ જોયાં . મેં આ નિર્દોષ પક્ષીઓને મુક્ત કરવા માટે હોટેલ મેનેજરને એક ચિઠ્ઠી લખી અને વ્યક્તિગત રીતે વિનંતી પણ કરી ,કીધું કે "આજે 15-8 છે, તો આપણે આ પક્ષીઓને પાંજરામાંથી મુક્ત કરી સાચી સ્વતંત્રતા આપીએ". તેઓએ અમને પક્ષીઓને એક-બે દિવસમાં છોડી દેવાની ખાતરી આપી .

2-3 દિવસ પછી પક્ષીઓને ખરેખર મુક્ત કરવામાં આવ્યા. હું ખૂબ ખુશ થઈ અને તેમનો આભાર માન્યો. વિચારો તમે કે ,એ પક્ષીઓ કેટલાં ખુશ થયાં હશે . મનુષ્ય પોતાના આનંદ માટે પક્ષીઓ , પ્રાણીઓ પર આવા અત્યાચાર કેવી રીતે કરી શકે ? જેને ઉડવા માટે ભગવાને ખુલ્લું આકાશ આપ્યું છે , માછલીઓને નદીઓ વિશાળ સમુદ્ર આપ્યો છે તો તમે એને આવા નાનકડાં પાંજરા અને એક્વેરિયમમાં કેવી રીતે પૂરી શકો ? કેટલી ગુંગળામણ થતી હશે ? બિચારા બોલી પણ નથી શકતાં ?

ઘણી જગ્યાએ હમણાં જોઉં છું કે, 4-5 ગાયો ફૂટપાથ ઉપર નાનકડી જગ્યામાં એક સાથે બાંધેલી હોય , એમને ઘાસચારો , લાડુ વગેરે ખવડાવી પૈસા કમાય . અરે .. પણ બિચારી ગાયો એટલી જગ્યામાં સરખી રીતે ખાઈ ન શકે , વ્યવસ્થિત બેસી પણ ન શકે , પાણી પણ એને પ્રમાણમાં ઓછું આપવામાં આવે અને દર થોડી થોડી વારે લોકો એ મૂંગા પ્રાણીઓને લોકો અડ અડ કરે આશીર્વાદ માટે અને ગાયનું પૂંછડું આંખે લગાવે . શું કામ એમને ત્રાસ આપવો ? ગામડામાં જે રીતે પ્રેમથી રાખે એ રીતે કેમ નથી રાખતાં, આપોઆપ તમને એમનાં અંતરના આશીર્વાદ મળશે .

લોકો "ફેંગ શુઈ " અનુસાર ઘરમાં "લકીચાર્મ" તરીકે જીવંત કાચબો રાખે છે. મારા મતે, જો કોઈની સ્વતંત્રતા છીનવાઈ જાય, તો તેનું નસીબ કેવી રીતે ચમકશે?

zoo પ્રાણી અને પક્ષી સંગ્રહાલય , સફારી જેમાં લોકો વાઘ અને સિંહને જોવા પડાપડી કરે એ બધું બંધ થવું જોઈએ . હા એમને મદદરૂપ બની આશરો આપવો એ વાત અલગ છે .

કાશ, જો હું કરી શકું, તો હું આ દુનિયાના બધા દેશોમાંથી પાંજરા,

photo of brown and black bird on person palm eating a food

flying birds in the sky
flying birds in the sky