મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

Your blog post

Blog post description.

1 min read

ઘરની બાલ્કની મને હંમેશા આકર્ષિત કરે છે. ઘર નાનું હોય કે મોટું, જો તેમાં બાલ્કની હોય, તો ઘર વધુ સુંદર બને છે. ગામડામાં ઘર મોટાં હોવાને કારણે ઓટલા પણ મોટાં હતાં પણ મુંબઈ જેવા ગીચ શહેરોમાં, બાલ્કનીની સંકલ્પના ઓછી થતી જાય છે. જગ્યાનો અભાવ મુખ્ય કારણ છે.

ઘણા લોકો બાલ્કનીને ઘરની પ્રિય જગ્યા માને છે અને એ જગ્યાએ જાણે હૂંફ મેળવે છે. હીંચકો અથવા રોકિંગ ખુરશીવાળી બાલ્કનીની કલ્પના કરો. એક ખૂણામાં , રંગબેરંગી ફૂલો ખીલેલા 8-10 ફૂલોના કુંડા, એક સુંદર તુલસીનો ક્યારો હોય અને એ બાલ્કનીમાંથી લોકો, બગીચા, આકાશ, પક્ષીઓનું નિરીક્ષણ કરવું કેટલું સુંદર...

સવારે ઝુલા અથવા રોકિંગ ખુરશીમાં બેસીને ઉગતા સૂર્યને જોવું અને ગરમ ચા પીવાની મજા આવે છે. જો ચોમાસાની ઋતુ હોય, અને ઝરમર વરસાદ પડતો હોય, તો વરસાદના ટીપાં અને સૂકી માટી પર ઉત્પન્ન થતી સુંદર માટીની સુગંધનો જેને અંગ્રેજીમાં "Petrichor " કહે છે એનો અનુભવ કરવાની મજા આવે છે.... વાહ! ઉનાળામાં, જો તમે તમારી બાલ્કની પાસે ગુલમહોર અથવા બોગનવિલેઆનું ઝાડ જોવા મળે તો તમે ઘણાં નસીબદાર છો, તેમજ રાતરાણી હોય તો સોનામાં સુગંધ ભળે .એની મઘમઘતી સુગંધ તમને મોહિત કરી દે .

બાલ્કનીનું સૌથી માણવા જેવું સુખ એટલે સંગીત તમારા મનગમતા ગીત સાંભળવા , પુસ્તક વાંચવું , ધ્યાન કરવું .

જો તમે બાલ્કનીના ખરેખર ચાહક છો, તો તમારે મોબાઇલ ચલાવવો જોઈએ નહીં. તમે રાત્રે શાંતિથી બેસીને આકાશ જોઈ શકો છો, ધ્રુવનો તારો તેમજ અન્ય ટમટમતા તારા, ચંદ્રને જોઈ શકો છો, અનંત આકાશને કલાકો સુધી નિહાળ્યા કરવાનો પણ એક અદભૂત આનંદ હોય છે .

Pretty wall with flowers and bench.
Pretty wall with flowers and bench.