મોબાઈલ વાચકો હેડર માં 3 lines દેખાય ત્યાં ક્લિક કરશો તો તમે વાર્તા , બ્લોગ વગેરે મેનુમાં જોઈ શકશો .

Your blog post

1 min read

શું તમને હજુ તમારી પ્રથમ સુંદર સ્મૃતિ યાદ છે ?

મને એક ખૂબ જ ઝાંખું ચિત્ર યાદ છે જેમાં હું મારી મમ્મીની સાડી પહેરી એમની જેમજ શાકભાજી કાપી રહી હતી . તે સમયે મોટા થવાની ઉતાવળ હતી. હવે એવું બને છે કે જો ભગવાન મને શક્તિ આપે, તો હું મારા બાળપણના એ જ અમૂલ્ય સમયમાં પાછી "Rewind " બટનથી "Time Travel" કરી પહોંચી જાઉં .

અમે ભાઈ-બહેનો અમારું લેસન જેને આજની ભાષામાં હોમવર્ક કહેવાય એ પૂરું કરી , સાંજે ઘણું રમતાં , તે સમયે બિલ્ડિંગમાં કે બગીચામાં ચંપલ વગર ફરતાં અને બધા મિત્રો એક જ સમયે હાજર રહેતાં , એકબીજાને સામેથી રમવા બોલાવતાં . લગોરી એટલે કે સાત ઠીકરીવાળી રમત,અંતાક્ષરી, પકડા પકડી , રૂમાલદાવ અને ઘણી બધી બીજી રમતો રમતાં . અમારા કોઈ પણ મિત્રમાં અહંકારની સમસ્યા નહોતી. ધર્મ વિશે કે અમીર-ગરીબ વચ્ચેના ભેદભાવ વિશે કોઈ દલીલો નહોતી. અમારા બિલ્ડિંગમાં બધી જાતિના લોકો રહેતા હતા. પારસી, ખ્રિસ્તી, દક્ષિણ ભારતીય, મરાઠી, ગુજરાતી, વગેરે તેથી દરેક તહેવારની ઉજવણી કરતાં . અમારા જેવા બાળકોના કિલકિલાટથી સોસાયટી જીવંત લાગતી .

વેકેશનમાં પણ દાદાના ઘેર અને મોસાળમાં આવી જ ધમાલ કરતાં એટલે અમને એ સમયમાં ક્યારેય હિલ સ્ટેશન જવાની જરૂર જ ન જણાઈ . અમને અમારું વતન અને વેકેશન ગાળો સ્વર્ગ કરતાં પણ અધિક પ્રિય લાગતાં .અમે એટલાં આનંદમાં રહેતાં , હસતાં રમતાં વેકેશન પૂરું થાય ત્યારે જરા અમને થોડો કંટાળો આવતો પણ જેવી સ્કૂલ શરૂ થઈ જતી અમે વળી પાછાં ફોર્મમાં આવી જતાં . એમ કહેવું અતિશયોક્તિ ભરેલું લાગશે કે , લગ્ન પછી જ મેં હિલ સ્ટેશન જોયા હશે .

મારા મતે કેટલીક સારી સ્મૃતિઓને હંમેશાં યાદ કરતાં રહેવું જોઈએ. એટલા માટે કે વર્તમાન સમયમાં કેટલીક ખાલી જગ્યાઓ છે જે ક્યારેય ભરી શકાતી નથી.જેમકે ,

એ જમાનાની લોકોની સરળતા, આતિથ્ય, મૌલિકતા, એકબીજા સાથે સહયોગ, તહેવારો, ટીવી સિરિયલો, સંગીત, ફિલ્મો, ફેશન, શાળા, કોલેજો, મૂળ સ્થાનો, પર્યાવરણ, શુદ્ધતા, પ્રાણીઓની સંભાળ, વ્હાલ કરતાં વડીલો , પાડોશીઓ , પ્રમાણિક નોકરાણીઓ, શિક્ષકો, સંબંધીઓ ...... અને યાદી લાંબી છે.

A group of people standing in front of a building
A group of people standing in front of a building
A small brick building with a tree growing on top of it
A small brick building with a tree growing on top of it